ખેડૂતો માટે ખુશખબર! આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2 હજાર રૂપિયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકાર ટૂંક સમયમાં આઠમાં હપ્તાના 2000 રૂપિયા ખેડુતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. જો તમે પણ એપ્રિલ-જુલાઈના 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે આ મહિનાના અંત સુધીમાં અથવા 2 મે પછી ગમે ત્યારે પૈસા તમારા ખાતામાં આવી શકે છે.
દર વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલે આવે છે
દર વર્ષે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 ના ત્રણ હપ્તામાં આપે છે. આ અંતર્ગત, દર વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં આવે છે.
લિસ્ટમાં તમારું નામ આ પ્રમાણે ચકાસો
1. સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
2. હોમપેજ પર Farmers Corner વિકલ્પ પર ક્લિક કરો.
3. Farmers Corner ની અંદર Beneficiaries List પર ક્લિક કરો.
4. ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
5. ત્યારબાદ Get Report પર ક્લિક કરો. લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો