પશ્ચીમ બંગાળમાં અંતિમ ચરણના મતદાન દરમિયાન બોમ્બ ફેંકાયો, કોઈ જાનહાની નહીં
પશ્ચીમ બંગાળમાં આજે અંતિમ તબકકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, આ મતદાન દરમિયાન કોલકાતાના મહાજતિ સદન સભાગાર પાસે એક બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જો કે કોઈ જાનહાનીના ખબર નથી. આ અંગેની વિગત મુજબ પશ્ચીમ બંગાળમાં આજે આખરી તબકકાનું મતદાન શરુ થઈ ગયું છે. આખરી ચરણમાં બંગાળના 4 જિલ્લાની 35 સીટો પર વોટીંગ થઈ રહ્યું છે.
આ તબકકામાં માલદાની 6, વીરભ્રમની 11, મુર્શિદાબાદની 11 તેમજ કોલકાતા ઉતરની 7 સીટો સામેલ છે. મતદાન બાદ આજે આજ ચૂંટણીનો એકઝીટ પોલ જાહેર થશે. 2 મેના પરિણામ જાહેર થશે. વોટ આપ્યા બાદ માલદાના ભાજપ ઉમેદવાર ગોપાલચંદ્ર સાહાએ જણાવ્યું હતું કે અહીં કેન્ડીટેક પણ સુરક્ષિત નથી. ટીએમસીના ગુંડાઓએ ઘણા ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરી છે. કેટલાક પોલીંગ બુથો પર અમારા એજન્ટને ઘુસવા નથી દેવાતા.
પશ્ચીમ બંગાળના અંતિમ ચરણના મતદાનમાં ઉતરી કોલકાતાના મહાજતી સદન સભાગાર પાસે એક બોમ્બ ફેકવામાં આવ્યો હતો પણ કોઈ જાનહાની નથી થઈ.
અંતિમ ચરણમાં પણ લોકો વોટીંગમાં મોટેપાયે ભાગ લઈ રહ્યા છે. એકટર નેતા મિથુન ચક્રવર્તીએ ઉતર કોલકાતાના એક પોલીંગ બુથમાં મતદાન કર્યું હતું. મત આપ્યા બાદ મિથુને કહ્યું હતું- મેં આટલું શાંતિપૂર્ણ મતદાન અગાઉ કયારેય નથી કર્યુ.