વેકસીન રજીસ્ટ્રેશન માટે જબરો ધસારો: 1.20 કરોડએ નોંધણી કરાવી
દેશમાં 18થી44 વર્ષની વયના લોકો માટે તા.1 મે થી વેકસીનેશનના શરૂ થનારા તબકકામાં ગઈકાલે રજીસ્ટ્રેશનનું પોર્ટલ ખુલતા જ 1.16 કરોડ લોકો (અન્ય અહેવાલ મુજબ 1.20 કરોડ) એ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે પણ તેઓને વેકસીન માટેની એપોઈન્ટ કયારે મળશે તે હજુ નિશ્ચીત નથી.
સરકારે પૂર્વ આયોજીત કાર્યક્રમ મુજબ ગઈકાલથી રજીસ્ટ્રેશન માટે કોવિન ઉપરાંત આરોગ્ય સેતુ અને ‘ઉમંગ’ એપ. પર રજીસ્ટ્રેશન બપોરે 4 વાગ્યે ખુલ્યુ હતું. પ્રારંભમાં ધસારો થતા રજીસ્ટ્રેશન કામગીરી ક્રેશ થઈ હતી પણ થોડો જ સમયમાં તે ફરી કામ કરતું થઈ ગયું હતું અને લોકો વેકસીન લેવા માટે ખુદને રજીસ્ટર કરાવવા આતુર હતા અને પ્રથમ ત્રણ કલાકમાં 38 કરોડ જેવી હીટસ મળી હતી. જે દરેક મીનીટે 27 લાખ હિટસ દર્શાવતી હતી અને 1.45 કરોડ લોકો પોતાના ટેક્ષ મેસેજ દાખલ કરી શકયા હતા. જેમાં 1.20 કરોડનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું હતું. સમગ્ર કોવિડ વેકસીનેશન કાર્યક્રમના એમ્પાવર ગ્રુપના ચેરમેન આર.એસ.શર્માએ જણાવ્યું કે પ્રારંભની તકલીફ બાદ રજી. યોગ્ય રીતે ચાલી રહ્યું છે. જો કે વેકસીન મેળવવા માટે એપોઈન્ટમેન્ટ તથા સેન્ટર અંગે હજું નિશ્ચીત નથી.
ખાસ કરીને રાજય સરકાર હજું વેકસીનની રાહ છે અને ખાનગી વેકસીનેશન મળે તો ઉંચા ભાવે વેકસીન ખરીદવી કે કેમ તે પણ હજું આ સેન્ટર દ્વીધામાં છે. એક વખત વેકસીનનો જથ્થો પહોંચી જશે પછી જ એપોઈન્ટમેન્ટ મળશે. લોકોએ ધીરજ રાખવી પડશે. જો કે લાખો લોકોને રજીસ્ટ્રેશન માટે વન-ટાઈમ પાસવર્ડ મળ્યો ન હતો અને અનેક વખત સર્વરની સમસ્યા નજરે ચડતી હતી.