ગુજરાત

ભણતર / CBSE 10th Result 2021 : આ રીતે આવશે બોર્ડનુ રિઝલ્ટ, જાણો નવો પાસિંગ ફોર્મ્યુલા

સીબીએસઇ બોર્ડ ધોરણ 10ની પરીક્ષાના રિઝલ્ટ આવતા મહિને 20 જૂન સુધી આવશે. બોર્ડે કોરોનાના કારણે પરિક્ષા સ્થગિત કરી હતી અને હવે નવી માર્કિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓના સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવશે.

  • 10 બોર્ડનુ રિઝલ્ટ જૂનમાં
  • નવી માર્કિંગ પદ્ધતિથી થશે માર્કિંગ
  • સ્કૂલને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે
  • કેવી રીતે મળશે માર્ક્સ
    કુલ 100 નંબરને 20 અને 80માં વિભાજીત કરવામાં આવશે. સ્કુલ બોર્ડ પરીક્ષાઓ માટે કરવામાં આવેલ ઇન્ટરનલ માર્કિંગના આધાર પર 20 માર્ક મલશે. બાકી 80 માર્ક્સ માટે આખા વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા આયોજીત પરીક્ષાના આધાર પર મળશે.

    80 માર્ક્સ આ રીતે વિભાજીત થશે
    પીરીયોડિક અથવા યુનિટ ટેસ્ટ -10 માર્ક્સ
    મિડ ટર્મ ટેસ્ટ – 30 માર્ક્સ
    પ્રી બોર્ડ પરીક્ષા – 40 માર્ક્સ

    જાહેર કરવામાં આવેલી માર્કિંગ પોલીસી વિદ્યાર્થીઓ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલ મુખ્ય 5 સબજેક્ટ સ્કોર પર ગણના માટે છે. કોઇ વિદ્યાર્થીએ 6 કે વધુ વિષયો માટે રજીસ્ટ્રેશન કર્યુ હતુ તો 6 સબજેક્ટ માટે ગણના વધુ નંબરના સર્વશ્રેષ્ઠ 3 સબજેક્ટ પર કરવામાં આવશે.

    જો કોઇ સ્કુલે વધારે પરીક્ષા લીધી છે તો બોર્ડે સ્કૂલ પર જ સ્કોર સિલેક્ટ કરવાની જવાબદારી છોડી છે. સ્કુલ ઇચ્છે તો બધી પરીક્ષાની એવરેજ ગુણ પર માર્ક્સ મળશે. જેમાં વધારે માર્ક્સ હશે તે રિઝલ્ટમાં જોડવામાં આવશે. તેની પૂરી સ્વતંત્રતા સ્કુલને છે.

    • ઇન્ટરનલ માર્કિંગ સમસ્યા તે છે કે બધી સ્કુલની પરીક્ષાની કઠણાઇનું સ્તર અલગ અલગ છે.
    • તે સ્કુલ ગયા 3 વર્ષની પરીક્ષાના રિઝલ્ટ પ્રમાણે કરશે માર્કિંગ
    • ત્રણ વર્ષોના રેકોર્ડ ન હોવા પર 2 કે 1 વર્ષનો રેકોર્ડ જોવામાં આવશે.
    • સ્કુલ દ્વારા આપવામાં આવેલા સબજેક્ટ વાઇસ માર્ક અને ઓવરઓલ માર્ક્સની ગણના કરવામાં આવશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button