દેશ દુનિયા

કમોસમી વરસાદ સાથે વીજળી ત્રાટકતાં 11 જણાનાં મોત, આઠ મહિનાની સગર્ભા પણ ન બચી

મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે સાથે વીજળી ત્રાટકતા ૧૧ જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં મહિલા, બાળકીને સમાવેશ છે. સાતારાના ખંડાલા તાલુકામાં કવઠે ગામ પાસે બે ખેડૂત શશિકાંત (ઉ.વ.૩૫), ખાશાબા જાધવ (ઉ.વ.૬૦) ઝૂંપડીમાં બેસીને જમતા હતા. ત્યારે ઝૂંપડી પર વીજળી પડી હતી. જેના લીધે ગંભીરપણે દાઝી જતા બંનેનાં મોત થયા હતા.

વીજળી ત્રાટકતાં 11નાં મોત

બીડના નેકનૂરમાં રાધાબાઇ ખેતરમાં કામ કરતી હતી. વરસાદ પડતા તે સાસુ સાથે ઘરે જઇ રહી હતી. તે સમયે વીજળી પડતા આઠ મહિનાની સગર્ભો રાધાબાઇનું જગ્યા પર મોત નિપજ્યું હતું. જયારે તેની સાસુ જખમી થઇ હતી. આ ઉપરાંત કેજ તાલુકામાં ખેતરમાં કામ કરતી ગીતાબાઇ (ઉ.વ.૪૫) પર વીજળી ત્રાટકતા તેણે જીવ ગુમાવ્યો હતો

બુલઢાણામાં ખેતરમાં ગયેલા અનંત બોડકે (ઉ.વ.૩૨) પણ વીજળી પડતા મૃત્યુ પામ્યો હતો. પરભણીમાં આવી જ ઘટનામાં ૧૧ અને ૧૪ વર્ષીય બાળકી તથા ગંગાધર હોરગુળે (ઉ.વ.૫૫) મોતના મુખમાં ધકેલાયા ગયા હતા.

પુણેના ભોરમાં ઘરથી થોડીદૂર રમવા ગયેલી સીમા (ઉ.વ.૧૧) અને નવ વર્ષીય અનિતાનુ વરસાદ સાથે વીજળી પડતા મોત થયું હતું. જયારે નવ વર્ષીય ચાંદની જખમી થઇ હતી. જળગાંવમાં પણ એક જણનું મોત થયુ હતુ. સાંગલીમાં વીજળીનો તાર પતરા પર પડતા મોત થયુ બકરી મૃત્યુ પામી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button