આરોગ્યજીવનશૈલી

ફાયદાકારક / વાળ અને સ્કિન માટે બેસ્ટ ટોનિકનું કામ કરે છે આ 5 વસ્તુઓ, ઘરમાં જ રહીને કરો ઉપયોગ અને દૂર કરો બધી સમસ્યા

તમારા કિચનમાં અનેક એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરી તમે સુંદર સ્કિન અને મજબૂત વાળ મેળવી શકો છો. ચાલો જાણીએ તેના બેસ્ટ ફાયદા અને ઉપયોગ.

  • માત્ર આ 5 વસ્તુઓ તમારી સ્કિન અને વાળની સમસ્યા કરશે દૂર
  • ઈંડા, દહીં, કેળા બહુ જ ફાયદાકારી છે
  • સસ્તામાં ઘરે જ વાળ અને સ્કિનની કરો માવજત

દહીં

ટેનિંગ અથવા ડાઘની પરેશાની દૂર કરવી હોય અથવા શાઇનિંગ વાળ પાછા મેળવવા હોય તો દહીં તમારી મદદ કરી શકે છે. સ્કિન માટે 1 મોટો ચમચો દહીં લો અને તેમાં 2 મોટા ચમચા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી ધોઈ લો. તેનાથી તમારી સ્કિન મોઇશ્ચરાઇઝ થશે અને ટેનિંગની સાથે પિંપલ્સ અને ડાર્ક સર્કલ્સ જેવી પરેશાનીથી પણ છુટકારો મળશે. તેમજ ડાઘ માટે તેમાં મધ મિક્સ કરીને લગાવો. તેને તમે એલોવેરા જેલ અને નારિયેળ તેલની સાથે મિક્સ કરીને વાળ પર લગાવો. તેનાથી તમારા વાળ સોફ્ટ અને શાઇની બનશે. તેમજ ખરતાં વાળ માટે સૌથી પહેલા મેથીના દાણાની પેસ્ટ બનાવો અને તેમાં દહીં મિક્સ કરીને ઉપયોગ કરો.

ઈંડા

આમાં રહેલું પ્રોટીન વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. સાથે જ આ તમને ગ્લોઇંગ સ્કિન આપે છે. સ્કિન માટે એક ઇંડું લઈ તેને સરખી રીતે મિક્સ કરી લો. તેમાં એક નાની ચમચી મધ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તેનાથી તમને ક્લીયર અને ગ્લોઇંગ સ્કિન મળશે અને ડ્રાયનેસની સમસ્યા દૂર થશે. તેમજ વાળ માટે જો તમને ઓઇલી હેરની પ્રોબ્લેમ હોય તો એગ વ્હાઇટમાં 1 ચમચી લીંબુનો રસ અને ડ્રાય હેર માટે નારિયેળ તેલ મિક્સ કરીને ઉપયોગ કરો. ખરતાં વાળથી બચવા માટે એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો. 20 મિનિટ પછી ધોઈને શેમ્પૂ કરી લો.

જીરું

વાળની સમસ્યા

જીરામાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તમારા વાળને મજબૂતી આપવાની સાથે ડેન્ડ્રફ ખતમ કરે છે અને તેને ખરતા અટકાવે છે. તેના માટે 2 મોટા ચમચા જીરુંને એક કપ પાણીમાં ઉકાળો. શેમ્પૂ કર્યા પછી વાળને જીરુંવાળા પાણીથી ધોવો. સપ્તાહમાં બે વખત આવું કરો.

પિંપલ્સ પ્રોબ્લેમ

જો તમને પિંપલ્સ પ્રોબ્લેમ છે તો એક મોટો ચમચો જીરું અડધી વાટકી પાણીમાં ઉકાળી લો. ઠંડું થવા પર તેને કોટનની મદદથી પિંપલ્સ પર લગાવો. 5 મિનિટ પછી આ પાણીથી તમારો ચહેરો ધોવો. થોડા દિવસ સુધી આવું દર બીજા દિવસે કરો. તેનાથી ચહેરાના ડાઘ અને રિંકલ્સની સમસ્યા પણ ખતમ થઈ જશે.

કેળા

આમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ અને પ્રોટીન વાળ અને સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એવા બેક્ટેરિયા હોય છે જે પિંપલ્સની પરેશાનીમાં આરામ અપાવે છે. તેના માટે અડધું પાકેલું કેળું મસળી લો અને તેમાં મધ મિક્સ કરીને એક થીક પેસ્ટ તૈયાર કરો. તેમાં પ્રોબ્લેમ એરિયા પર લગાવી સુકાય ગયા પછી ધોઈ લો. આ પેસ્ટથી તમારા ડાઘ અને ડ્રાય સ્કિનની પરેશાનીથી પણ છુટકારો અપાવશે. વાળ માટે એક કેળું મસળીને સરખી રીતે બ્લેન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો. તેમાં નારિયેળ અથવા બદામ તેલ મિક્સ કરી વાળ અને સ્કાલ્પ પર સરખી રીતે લગાવો. 15 મિનિટ પછી તેને ધોઈને શેમ્પૂ કરી લો. તેનાથી ડ્રાય હેરની પરેશાની દૂર થશે અને વાળ સોફ્ટ અને શાઇની બનશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button