બેવડી નીતિ : અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂમાં 500 જેટલા આ ‘ખાસ લોકો’ને આવન-જાવન કરતા તંત્ર નહીં રોકે
એક તરફ અમદાવાદમાં કોરોનાથી થતાં મોતનો ખેલ જામ્યો છે તો બીજી તરફ આજથી અમદાવાદમાં IPL મેચ રમવાને મંજૂરી અપાતા સરકારની બેધારી નીતિ સામે સવાલ ઉભા થયાં છે.
- અમદાવાદમાં એક તરફ કોરોનાનું વધતું સંક્રમણ
- બીજી તરફ અમદાવાદમાં IPLની મેચ
- રાત્રિ કર્ફ્યૂ વચ્ચે 500 જેટલા સભ્યોનો કાફલો આવન-જાવન કરશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. દરરોજ નોંધાઇ રહેલા નવા કેસ અને મૃત્યુઆંક ચિંતાજનક સ્તરે છે ત્યારે આ કોરોના સંક્રમણ વચ્ચે આજથી અમદાવાદમાં IPL મેચ યોજાવા જઈ રહી છે.
ગુજરાત સરકારની બેધારી નીતિ
મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ અને કલકત્તાની ટીમ વચ્ચે આજે ટી-20 મેચ રમાશે. તમામ મનોરંજન ઉપર પ્રતિબંધ છતા ક્રિકેટને મંજૂરી આપવામાં આવતા સરકારના વલણને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.
રાત્રિ કર્ફ્યૂ છતાં ક્રિકેટરોના 500 લોકોને આવન-જાવનની મંજૂરી
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ બંન્ને ટીમના સ્ટાફ અને બ્રોડકાસ્ટને ખાસ મંજૂરી આપવામાં આવી છે. તો કર્ફ્યૂ છતાં 500થી વધુ સભ્યોને કાફલો આવન-જાવન કરી શકશે. સાથે જ બંન્ને ટિમના સભ્યોને પણ આવવા જવાની ખાસ મંજૂરી અપાઇ છે.