કોરોના ના કપરા કાળ માં આનંદ મહીન્દ્રાની અનોખી પહેલ
કોરોનાનો કહેર એટલી હદે મળ્યો છે કે હોસ્પીટલોમાં બે નથી મળતા, જેના કારણે અનેક દર્દીઓએ જીવ પણ ગુમાવ્યાના બનાવો બન્યા છે. આ સંજોગોમાં આઈટી કંપની ટેક મહીન્દ્રાએ ફોર્ટીસ સાથે મળીને નોઈડાની પોતાની ઓફીસના કાફેટેરીયાને કોવિડ કેર ફેસીલીટીમાં બદલી નાખી છે. આ ફેસીલીટીમાં 40 બેડ છે. મહીન્દ્રાના આ પગલાની પ્રશંસાથઈ રહી છે. કારણ કે દેશમાં કોરોના દર્દીઓની સારવાર માટે હોસ્પીટલોમાં બેડની કમી ઉભી થઈ છે.
આ બારામાં મહીન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહીન્દ્રાએ પણ ટવીટ કરીને આ પહેલની સરાહના કરી છે. આનંદ મહીન્દ્રાએ ટવીટમાં લખ્યું હતું- ખુદને સેલ્ફ મોટીવેટેડ અને એનર્જીથી ભરેલા લોકોથી ઘેરાયેલા રાખો, તેથી આપના કામનું પરિણામ સારું દેખાશે. આનંદ મહીન્દ્રાના કાફેટેરીયા કોવિડ સેન્ટરમાં 40થી65 બેડ પર દર્દીઓ શિફટ થઈ ગયા છે. જો કે આ સુવિધા ગંભીર દર્દીઓ માટે નથી, હળવા લક્ષણો સંક્રમીત માટે બેઝીક મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર છે, જેથી હોસ્પીટલમાં બેડ ન મળવા પર તેમને ત્યાં રાખી શકાય.
મહીન્દ્રાનું કહેવું છે કે પહેલા આ સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય કંપનીના કર્મચારીઓ, તેના પરિવારજનો માટે વિકસીત કરવામાં આવી હતી, પણ અમે