છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામને આવી છે જાગૃત નારી મેગાબેન રાઠવા એ હોસ્પિટલ નો વિડિઓ કર્યો વાયરલ
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તમામ સુવિધાઓ આપે છે તો છોટાઉદેપુર માં કેમ નઈ? તેવા આક્ષેપો સાથે એક રાઠવા સમાજની દીકરીએ વિડિઓ ના માધ્યમથી ગોહાડ લગાવી છે
રાઠવા સમાજની દિકરી ના માસીના મૃતદેહ બાદ ગુસ્સો બેકાબુ બન્યો હતો મેગાબેન રાઠવા એ જણાવ્યું હતું કે સાંસદ ધારાસભ્ય સહિતના તમામ નેતાઓ આદિવાસી સમાજ ના હોવા છતાં આદિવાસી સમાજ માટે હોસ્પિટલમાં કોઈ સુવિધાઓ નથી, હોસ્પિટલમાં બેડ ની પણ કમી હોવાથી સારવાર લેતા દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવામાં આવે છે , તેઓએ વિડિઓ માં સાંસદ ગેતાબેન રાઠવા તેમજ કલેક્ટરને હોસ્પિટલ માં તાપસ કરવાની માંગ ઉઠાવી એમ.ડી અને ફિઝીશિયન ના હોવાથી દર્દીઓ સાજા થવાને બદલે મૃત્યુ પામી રહ્યા હોવો દાવો પણ કર્યો છે, યુવતીએ કહ્યું કે, મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં એમ.ડી. ફિઝિશિયન જોઇએ છે, અહીં લોકો મરી રહ્યા છે ,છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર અને પંખા જેવી સુવિધાઓ મળતી નથી, ત્યારે હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી કહે છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓ વેન્ટિલેટરના અભાવે મરી રહ્યા છે. વિજય રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે. અમદાવાદ સિવિલમાં મળે છે, સુરત સિવિલ હોસ્પિટલમાં મળે છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નહીં. દરેક દર્દીઓ પોત-પોતાના પંખા લઇને આવ્યા છે. વેન્ટિલેટરની જરૂર છે પણ મળતા નથી , વાઇરલ વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, આ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની હાલત જુઓ… આ મારા માસી હમણા જ વેન્ટિલેટરના કારણે મૃત્યુ પામ્યા છે. અહીં કોઇ જ સુવિધા નથી. કચરો કે પોતુ કરાતુ નથી. પંખાની સુવિધા પણ નથી. દરેક દર્દીઓ પોત-પોતાના પંખા લઇને આવ્યા છે. વેન્ટિલેટરની જરૂર છે પણ મળતા નથી. એસી છે પણ બંધ હાલતમાં છે. માત્ર એક જ પંખો લાગેલો છે. ઓક્સિજનની બોટલો પણ સમયસર આવતા નથી.
હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો વીડિયો વાઇરલ થયો મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી એમ ડી ડોક્ટર્સ પણ નથી. ગઇકાલે કલેક્ટર અને સાંસદ ગીતાબેન આવીને ગયા છે. મે તેમને રજૂઆત કરી હતી કે, એમડી ફિઝિશિયન છોટાઉદેપુરની હોસ્પિટલમાં જોઇએ છે. આદિવાસી લોકો જ મરી રહ્યા છે. કવાંટ તાલુકાના 70 લોકો મરી ગયા છે. આદિવાસી લોકો મરી રહ્યા છે. મારા પપ્પાની સારવાર ચાલી રહી છે. મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી. કાલે 21 વર્ષનો છોકરો ગાયક કલાકાર મરી ગયો છે. જેના લગ્નને 10 જ મહિના થયા છે.
શકીલ સમોલ છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA