આરોગ્યગુજરાતરાજકારણ

શિહોરી રેફરલ સરકારી હોસ્પીટલ CHC ખાતે 23 લાખના ખચેઁ 108 નુ લોકાપઁણ કરાયુઁ

બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ રેફરલ સરકારી હોસ્પિટલ માં રૂપિયા 23 લાખના ખર્ચે નવી 108 નું લોકાર્પણ કરતા કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિ સિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારત સિંહ ભટેસરિયા કાંકરેજના શિહોરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 19 કોવિડ હોસ્પિટલ જાહેર કરતાજ કોરોના દર્દી માટે સ્પેશ્યલ એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે ત્યારે શિહોરી CHC ડોકટર ડી એન પરમાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર ચોધરી.બનાસકાંઠા E.M.E દિવ્યરાજસિહ . ઈ એમ ટી ના પાયલોટ. જીગર ભાઈ. તેમજ વનરાજસિંહ ડાભી તેમજ ભરત પંડ્યા અને અન્ય કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર ચોધરી,બનાસકાંઠા E.M.E દિવ્યરાજસિહ ,ઈ એમ ટી ના પાયલોટ. જીગર ભાઈ. તેમજ વનરાજસિંહ ડાભી તેમજ ભરત પંડ્યા અને અન્ય કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે પહેલેથી ચિન્હિત કરવામાં આવેલ 108 એમ્બ્યુલન્સ અને પાયલોટ નો ખાસ કરીને મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિ સિંહ વાઘેલા દ્વારા તાત્કાલિક ધોરણે નવીન 108 ની રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઓકસીજન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાની પ્રજા ઈચ્છા લઈને બેઠી છે.જોકે દરેક જિલ્લામાં ઓકસીજન ની સુવિધા પૂરતા પ્રમાણમાં નથી પરંતુ કાંકરેજ તાલુકામાં આવેલ કોરોના પોઝિટિવ કેસ જોતાં જ હવે વધુ ઓકસીજન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોક લાગણી સાથે માગણી ઉઠવા પામી છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button