ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડ રૂપિયાનું ઇન્જેકશન અપાયું.
ધૈર્યરાજને બચાવવા માટે ખાસ ચળવળ ચલાવવામાં આવી હતી: દેશભરના લોકોએ ફાળો આપીને બાળ જિંદગી બચાવી
ખૂબ જ દુર્લભ કહેવાતી સ્પાઇનલ મસ્કયુલર અટ્રોફી બીમારીથી પીડાઈ રહેલા ગુજરાતના ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે પિયા ૧૬ કરોડનું ઇન્જેકશન આપવામાં આવ્યું છે. સ્પાઇનલ મસ્કયુલર અટ્રોફી એક દુર્લભ ગણાતી જિનેટિક સ્થિત છે, જેમાં મશલ્સને ખૂબ નુકસાન થાય છે. આ બીમારી પર નિયંત્રણ માટે વિદેશથી એક ઇન્જેકશનમંગાવવું પડે છે. આ ઇન્જકશનની કિંમત પિયા ૧૬ કરોડ છે.
જે બાદમાં પિયા ૧૬ કરોડ એકઠા થયા હતા. ૧૬ કરોડ પિયા એકઠા થયા બાદ વિદેશથી આ ઇન્જેકશન મંગાવવામાં આવ્યું હતું. જે બાદમાં ધર્યરાજના માતાપિતા મુંબઈની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મુંબઈની પાંચ મહિનાની તીરા કામત પણ આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. તેને પણ ૧૬ કરોડ પિયાનો ઇન્જેકશન લગાવવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ચાર માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો હતો.
આ અંગે વાતચીતમાં ધર્યરાજના પિતાએ જણાવ્યું હતું કે ‘અમને શઆતમાં આ અશકય લાગતું હતું પરંતુ અમે આ અંગે અભિયાન શ કર્યુ, રાયના દરેક સમાજના લોકોએ અમને મદદ કરી. પહેલાં ૮ કરોડ પિયા સુધી ખૂબ મુશ્કેલી પડી પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે અમને પૈસા મળી ગયા છે.’ ધર્યરાજના માતાએ જણાવ્યું કે, અમને સૌનો સારો સાથ સહાકર મળી રહ્યા છે. આજે મારે ભાઈ નથી પરંતુ એવું કહેવાય છે કે જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે અને આજે એક એક વ્યકિત મારા ભાઈની જેમ સાથે ઉભો રહ્યો છે.’
ધર્યરાજના પિતાએ જણાવ્યું કે, મુંબઈમાં ડો. નીલુ દેસાઈ નામના તબીબે આ ઈન્જેકશન આપ્યું હતું. . આ દવાની રિકવરી દરેક વ્યકિતના શરીરના બંધારણ પ્રમાણે આપવામાં આવતી હોય છે. ધર્યરાજ આવતા મહિને ૫ મહિનાનો થશે તો ટૂંક સમયમાં તેની અસર થવાની થઈ જશે.