હેલ્થ ટિપ્સ / કોરોનાકાળમાં રામબાળનું કામ કરશે આ ડ્રિન્ક, આમળામાં આ વસ્તુ મિક્ષ કરી અને પછી જુઓ અસર!
Last Updated on May 5, 2021
કોરોના મહામારી દરમિયાન એક કામ કરવું જે સૌથી મહત્વનું છે એ છે ઇમ્યુનિટીને મજબૂત કરવી. આજે અમે તમને બે ખૂબ જ ફાયદાકારક અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક વિશે જણાવીશું.
આમળા અને સરગવાનું જ્યુસ
એક વર્ષ કરતા વધુ સમયથી આપણે બધા કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યા છીએ. એવામાં તમે અત્યાર સુધી સમજી જ ગયા હશો કે તમારી ડાયટમાં વિટામિન સીનો સમાવેશ કરવો કેટલું મહત્વપૂર્ણ છે, કારણ કે વિટામિન સી આપણી ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. સરગવાના પાન અને આમળાને મિક્સ કરીને બનાવેલું આ ડ્રિન્ક તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
આમળાના ફાયદા
આમળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્રોત છે, જે કુદરતી રીતે ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. આમળાને નિયમિતપણે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે, સફેદ રક્તકણોનું ઉત્પાદન વધે છે, જેનાથી ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે. આમળામાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને કાર્બ્સ પણ હોય છે. ઇમ્યુનિટીનેૃ મજબૂત કરવા સાથે જ આમળા લોહીને સાફ કરે છે અને શરીરમાં જમા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.
સરગવાના પાંદડાના ફાયદા
સરગવાના પાંદડામાં વિટામિન એ, બી, સી, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જેનાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને રોગો દૂર રહે છે. ઉપરાંત, સરગવાના પાંદડા સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે, હાડકાં અને સાંધાઓને મજબૂત કરે છે, સારી નિંદ્રા મેળવવામાં મદદ કરે છે અને શરીરમાં જમા ફેટ બર્ન કરવામાં પણ ફાયદાકારક છે.
કેવી રીતે ડ્રીન્ક બનાવવું?
1 આમળા, સરગવા પાવડરનો અડધો ચમચી અથવા 8થી 10 સરગવાના પાંદડા, 1 ગ્લાસ પાણી. આમળાનાં બીજ કાઢી લો અને ત્રણેય વસ્તુને મિક્સરમાં નાંખો અને તેને સારી રીતે પીસી લો. ત્યારબાદ ચાળણીની મદદથી ગ્લાસમાં જ્યુસ કાઢો. સવારે ચા અને કોફીને બદલે આ પીણું પીવો અને પછી કમાલ જુઓ