દેશ દુનિયા

મહિલાએ એક સાથે આપ્યો નવ બાળકોને જન્મ, દુર્લભ કેસ જોઈને ડોકટરો પણ હેરાન.

માલી, તા. 5 મે 2021, બુધવાર

ક્યારેક-ક્યારેક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જે મેડિકલ સાયન્સના તમામ નિયમો અને તર્કોને ખોટા ઠેરવી દે છે.

પશ્ચિમ આફ્રિકાના માલી દેશની મહિલાની સાથે પણ આવુ જ થયુ છે. આ મહિલાએ મંગળવારે નવ બાળકોને જન્મ આપ્યા બાદ ડોકટરો પણ હેરાન છે. કારણકે મહિલા જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે તેના ગર્ભમાં માત્ર સાત બાળકો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જોકે હવે જ્યારે ડિલિવરી થઈ છે ત્યારે તેણે નવ બાળકોને જન્મ આપ્યો છે.

25 વર્ષની હલિમા નામની મહિલાની ડિલિવરી આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. ડોકટરોએ આ વર્ષે જ માર્ચ મહિનામાં તેને કહ્યુ હતુ કે, વિશેષ દેખરેખની જરુર છે. એ પછી સત્તાધીશોએ આ મહિલાને મોરકકોમાં ખસેડી હતી. અહીંના એક હોસ્પિટલમાં તેણે નવ બાળકોને જન્મ આપ્યો હતો.

માલી દેશના સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને કહ્યુ હતુ કે, આ નવમાંથી પાંચ છોકરા અને ચાર છોકરીઓ છે.મહિલાની તબિયત સારી છે.

એક સાથે નવ બાળકો પેદા થવાની ઘટના અસાધારણ કહી શકાય તેવી છે.આ પ્રકારના કેસમાં મેડિકલ કોમ્પ્લિકેશન સર્જાતા હોય છે અને તેના કારણે ગર્ભમાં રહેલા કેટલાક બાળકો જન્મવાની સ્થિતિ સુધી પણ પહોંચી શકતા નથી. જોકે આ મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો છે તે દુર્લભ ઘટના જ કહી શકાય. હાલમાં બાળકો સ્વસ્થ છે. ડોકટરો તેમની દેખભાળ કરી રહ્યા છે.

એક સાથે એક થી વધારે બાળકોના જન્મની ઘટના ત્યારે બને છે જ્યારે કોઈ મહિલા પોતાની માસિક સાયકલ દરમિયાન એક થી વધારે એગ રિલિઝ કરે છે અને દરેક એગ કોઈ સ્પર્મથી ફર્ટિલાઈઝ થાય છે.

આ એગ મોટાભાગે એક થી વધારે હિસ્સામાં વહેંચાય છે. જેનાથી મલ્ટિપલ પ્રેગનન્સીની સ્થિતિ સર્જાતી હોય છે. આ પ્રકારની સ્થિતિમાં જન્મેલા બાળકો ઘણી વખત એક સરખા જ દેખાતા હોય છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button