દેશ દુનિયા

ઓકસીજન મુદે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમમાં ગયેલી કેન્દ્ર સરકાર વધુ ફસાઈ ગઈ.

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ અને ખાસ કરીને ઓકસીજનની સપ્લાયની તંગી મુદે ઘેરાઈ ગયેલી કેન્દ્ર અને રાજય સરકારોને એક બાદ એક અદાલતોની ફટકાર સહન કરવી પડી રહી છે.

તે વચ્ચે દિલ્હીમાં ઓકસીજનના પુરવઠા અંગે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમમાં ગયેલી કેન્દ્ર સરકાર ઉલમાંથી ચૂલમાં પડી હતી અને પાટનગરમાં સાંજ સુધીમાં ઓકસીજનની સપ્લાય કઈ રીતે મળે તે જવાબ આપવા સુપ્રીમે કેન્દ્ર ને તાકીદ કરી હતી.

ઓકસીજનની તંગી મુદે જવાબદાર અધિકારીઓને હાજર કરવા દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્રએ આજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સોલીસીટર જનરલે એવી દરખાસ્ત કરી કે મારુ સૂચન છે કે આપણે એક કમીટી નિયુક્ત કરીએ જેમાં નિષ્ણાંતો અને

કેન્દ્ર-દિલ્હી સરકારના અધિકારી હોય અને ઓકસીજન પુરવઠો કઈ રીતે સરળ કરી શકાય તે જોઈએ અને તેનો રીપોર્ટ સોમવારે અદાલતમાં રજૂ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓકસીજનની સપ્લાય તે દિલ્હી સરકારની જવાબદારી છે. નકામા અધિકારીઓને જેલમાં નાખો કે તેની સામે કામ ચલાવો પણ તેનાથી ઓકસીજન નહી મળે. આ સ્થિતિ તો કામ કરવાથી જ હલ થઈ શકશે. હવે સાંજ સુધીમાં કેન્દ્ર સરકારે આ અંગે જવાબ રજૂ કરવાનો રહેશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button