શું નાસ લેવાથી કોરોનાથી બચી શકાય છે? અહીં જાણો દિવસમાં કેટલીવાર લેવી જોઇએ નાસ અને તેના ગેરફાયદા
દેશમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણ વચ્ચે એવા અહેવાલો મળી રહ્યાં છે કે નાસ દ્વારા કોરોનાથી બચી શકાય છે. આ દાવામાં કેટલી હકીકત છે, અમે તમને જણાવીશું. આ સમાચારમાં, અમે તમને જણાવી રહ્યાં છીએ કે કોરોનાથી બચવા માટે નાસ કેટલી અસરકારક છે.
ખરેખર, ઘણા સંશોધન સામે આવ્યા છે જેમાં નાસ લેવાના ફાયદાઓનો ઉલ્લેખ છે. એક દાવા મુજબ નાસ લેવાથી ગળામાં સંગ્રહિત કફ દૂર થાય છે. ધ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશનના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટીમ લેવાથી આપણા નાકમાં જમા મ્યૂકસ ઓછો થાય છે. મ્યૂકસથી કફ થાય છે. તેથી, ડોકટરો નાસ લેવાની ભલામણ કરે છે. જો કે, આ કોરોના વાયરસને સંપૂર્ણપણે દૂર કરતું નથી.
જ્યારે તમે નાસ લો છો ત્યારે શું થાય છે?
આપણા શરીરને નાસ લેવાથી ઓક્સિજન મળે છે. નાસ લેવાથી શ્વાસની નળી ખુલે છે. પરંતુ વાયરસ ખતમ થતો નથી. ખરેખર, કોરોના વાયરસ ફેફસા પર હુમલો કરે છે. તેથી જ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દવાનું સેવન કરવાથી તમને શ્વાસની તકલીફથી નિશ્ચિત રાહત મળે છે.
વધુ નાસ લેવાના ગેરફાયદા
ડોકટરો કહે છે કે વધારે નાસ લેવાથી તમને નુકસાન થાય છે. ગળાના ટીશ્યુ સેલ્સ બળી શકે છે, જે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી તમારે ફક્ત નાસ લિમિટમાં જ લેવી જોઈએ
દિવસમાં કેટલી વાર તમારે નાસ લેવી જોઈએ
કેટલાક ડોકટરો કહે છે કે નાસ દિવસમાં બે કરતા વધારે ન લેવી જોઈએ, કારણ કે વધારે નાસ ફેફસાંને નુકસાન પહોંચાડે છે. નાસ લેવા માટે સ્ટ્રીમર હોવું જરૂરી નથી. મોટા વાસણ દ્વારા તમે ઘરમાં નાસ લઇ શકો છો.