જીવનશૈલી

શું તમે WhatsApp મેસેજથી પરેશાન છો? ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, 24 કલાકમાં જ.

તમે વ્હોટ્સએપ પર આવી રહેલા મેસેજોતી પરેશાન છો અને તમારા ફોનમાં સ્ટોરેજ ભરાઈ જાય છે? સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની વ્હોટ્સએપ વર્તમાનમાં એક નવું ડિસઅપીયરિંગ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.

આ નવા ફીચરમાં 24 કલાક બાદ મેસેજને હટાવવા માટે કહેવામાં આવે છે. વ્હોટ્સએપે પહેલા જ 7 દિવસો બાદ મેસેજને ગાયબ કરવાનો વિકલ્પ પ્રદાન કર્યો છે. પણ આ નવા ફીચર સાથે યુઝર્સ મેસેજના ગાયબ થવાના સમયને 24 કલાક સુધી ઓછા કરવામાં સક્ષમ હશે.

આ તે યુઝર્સ માટે સુવિધાજનક હની જશે જે ઈચ્છે છે કે મેસેજ ખુબ ઝડપથી ગાયબ થઈ જાય. WABetainfoના રિપોર્ટ અનુસાર, આ નવું ફીચર યુઝર્સને બે-સમયની ફ્રેમ વચ્ચે 7 દિવસ કે 24 કલાક પસંદ કરવાની પરવાનગી આપશે. તેનો અર્થ છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફૉર્મ 7 દિવસના સમય મર્યાદા સાથે-સાથે તે 24 કલાકનો એક વધુ વિકલ્પ આપી રહ્યો છે.

વ્હોટ્સએપની નવી સુવિધાને લૉન્ચ કરવાની આશા છે, જેમાં ફોટો અને વીડિયો સામેલ છે. વ્હોટ્સએપ યુઝર્સ ઝડપથી તસ્વીરો અને વીડિયોને તે જ રીતે મોકલી શકે છે, જેમ કે તે ઈન્સ્ટાગ્રામ ડીએમ પર કરે છે જ્યારે તે ઈચ્છે છે કે પ્રાપ્તકર્તા ફક્ત એકવાર ફોટોને જોઈ શકે. આ ફીચરને ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં યુઝર્સ સામે હશે.

24 કલાકમાં ગાયબ થનારુ આ નવું ફીચર ખુબ જ ઝડપથી એન્ડ્રૉઈડ અને આઈઓએસ બંન્ને યુઝર્સ માટે શરૂ કરી દેવામાં આવશે. જો કે આ સમયે તેને બનાવવામાં આવી રહ્યું છે, તેથી એ સુનિશ્ચિત કરવા માટે કોઈ નિશ્ચિત તારીખ નથી કે તેને યુઝર્સ માટે ક્યારે લાવવામાં આવશે.

જો કે, એક વાત નક્કી છે. જ્યારે પણ વ્હોટ્સએપ નવું ગાયબ થનારૂ ફીચર લાવશે તો તે ચરણબદ્ધ રીતે કરવામાં આવશે જેથી એ તપાસી શકાય કે તે બગ્સ વગર પ્રદર્શન કરી રહ્યું છે કે નહીં.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button