દેશ દુનિયા
દેશના 80 કરોડ ગરીબોને મે-જૂનનું રાશન મફત: મોદી કેબીનેટનો ફેસલો
કોરોનાની બીજી લહેર અને તેના પગલે આપેલા આંશિક લોકડાઉન અને નાઈટ કર્ફયુથી બેરોજગારીના સામનો કરતા ગરીબોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. જે મુજબ દેશના 80 કરોડ ગરીબોને મે અને જૂન મહિનાનું દર વ્યક્તિએ 5 કિલો રાશન મફત આપવામાં આવશે. મોદી કેબીનેટની મીટીંગમાં આ મહત્વનો ફેસલો લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો કે કોરોના કાળમાં પ્રતિબંધો દરમિયાન કોઈપણ ગરીબને રાશનની કમીનો સામનો ન કરવો પડે. સરકારના આ ફેસલાથી કયાસ કાઢી શકાય છે કે આગામી બે મહિના પ્રતિબંધો વાળા હોઈ શકે છે.