ગુજરાત
Surat : સ્મીમેર હોસ્પિટલ ખાતે 80 જેટલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર હડતાળ પર ઉતર્યા
એક બાજુ કોરોનાએ માથું ઊંચક્યું છે. તો બીજી તરફ બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં (Surat) કોરોનાના સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વચ્ચે સુરતમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે 80 જેટલા કોન્ટ્રાક્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. કોન્ટ્રાકટ ડોકટરોનું કહેવું છે કે, જુના ડોકટરોને 60 હજાર વેતન આપવામાં આવે છે. જયારે નવા ડોક્ટરોને 1.25 લાખ પગાર આપવામાં આવે છે. મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે અચોક્કસ મુદત સુધી હડતાળની ચિમકી ઉચ્ચારી છે. અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજુવાત કરી ચુક્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.