ત્રીજી લહેરના સકંજામાં બાળકો આવ્યા તો મા-બાપ શું કરશે? સુપ્રીમનો કેન્દ્રને સવાલ
કોરોના મહામારીની બીજી લહેરની વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રની મોદી સરકારને એ સવાલ પૂછ્યો જે પ્રશ્ન આજની તારીખમાં દરેક માતા પિતાને સતાવી રહ્યો છે. કોરોનાથી સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે ઘણી વૈજ્ઞાનિક રિપોર્ટ છે કે થર્ડ ફેસ શરૂ થઇ શકે છે, જો બાળકો સંક્રમિત થાય છે તો મા-બાપ શું કરશે, હોસ્પિટલમાં રહેશે કે શું કરશે. શું પ્લાન છે, વેક્સીનેશન થવું જોઇએ. અમે એ નથી કહી રહ્યા કે કેન્દ્રની ભૂલ છે, અમે ઈચ્છીએ છીએ કે વૈજ્ઞાનિક રીતે ત્રીજી વેવ સામે નિપટારાની જરૂર છે.
કેન્દ્રને પૂછ્યું- તમારી પાસે શું પ્લાન છે?
જસ્ટિસ શાહે કહ્યું કે, અમે દિલ્હીને જોઇ રહ્યા છે પણ ગ્રામીણ વિસ્તારોનું શું, જ્યાં વધારે લોકો કોરોનાને ઝેલી રહ્યા છે. તમારે એક નિયંત્રિત નીતિ બનાવવાની જરૂર છે. તમે માત્ર અત્યારની સ્થિતિને જોઇ રહ્યા છો પણ અમે ભવિષ્યને જોઇ રહ્યા છે, જેને લઇ તમારી પાસે શું પ્લાન છે. તમે મહામારીના બીજા સ્ટેજમાં છો, આ સ્ટેજમાં પણ ઘણાં માપદંડો હોઇ શકે છે. પણ જો આપણે આજે પ્લાન બનાવીશું તો ચરણ 3ને સંભાળી શકીશું.
કોર્ટે કહ્યું કે, ચિંતાની વાત છે કે ત્રીજી લહેરની વાત વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, જેમાં બાળકોના પ્રભાવિત થવાની આશંકા છે. વેક્સીનેશન અભિયાનમાં બાળકો વિશે પણ વિચારવું જોઇએ. જો બાળકો સંક્રમિત થાય છે તો માતા પિતા શું કરશે, હોસ્પિટલમાં રહેશે કે ક્યાં જશે? શું પ્લાન છે?
આ પહેલા ભાજપા નેતા સુબ્રમ્ણયમ સ્વામીએ કોરોનાની ત્રીજી લહેરને લઇ એક દાવો કર્યો કે દેશમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પણ પ્રભાવિત થશે.
ત્રીજી લહેર માટે મેનપાવર ક્યાંથી લાવશો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું આપણે એવા ડૉક્ટરોની ટીમ તૈયાર કરી શકીએ છીએ, જે ટેક્નોલોજીથી સારવાર કરે. સેકન્ડ વેવને હેન્ડલ કરવા માટે દેશમાં મેન પાવર નથી. થર્ડ વેવ માટે આપણી પાસે મેન પાવર રહેશે નહીં તો શું આપણે ફ્રેશ ગ્રેજ્યુએટ થયેલા ડૉક્ટર અને નર્સનો તેમાં ઉપયોગ કરી શકીએ છીએ.
કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે કોઇ નીતિ બનાવવામાં ભૂલ કરો છો તમે તેના માટે જવાબદાર છો, અમે નહીં. માટે અમે નીતિમાં આવીશું નહીં. અમે એ નથી જે અમુક વર્ષોમાં ચૂંટણીમાં ઊભા રહીશું.