ગુજરાત

મોરબીના રવાપર ખાતે ભાજપ દ્વારા આયોજિત કેમ્પમાં ૯૦૦ નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો

ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા અગાઉ કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કર્યા બાદ આજે બીજો ડોઝ આપવા માટે દ્વિતીય રસીકરણ કેમ્પ રવાપર નજીક યોજાયો હતો

જીલ્લા ભાજપ આયોજિત રસીકરણ કેમ્પમાં યુવા ભાજપ અગ્રણી રવિભાઈ સનાવડાના માર્ગદર્શન હેઠળ ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી અને આજે રસીનો બીજો ડોઝ લેવા માટે ૯૦૦ જેટલા નાગરિકો પહોંચ્યા હતા અને રસીનો બીજો ડોઝ લીધો હતો આ તકે ભાજપ અગ્રણીએ તમામ નાગરિકોને રસી સુરક્ષિત હોવાનું અને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button