વિદેશી દારૂના ગુનાનો વોંટેડ આરોપી કડોદરાથી ઝડપાયો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ગામની સીમમાંથી થોડા દિવસ આગાઉ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ શખ્સને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો. આ વોંટેડ આરોપીને સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે કડોદરા મોદી હોસ્પિટલ નજીકથી દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજથી પંદરેક દિવસ અગાઉ પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ આરાધના સોસાયટી નજીક ઝાડી ઝાખરામાંથી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ વ્યક્તિને પોલીસે વોંટેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે કડોદરા મોદી હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ વોંટેડ શખ્સ મુકેશ ઉર્ફે સોનું જનરલ આહીરે (રહે, જોળવા, આરાધના સોસાયટી, તા-પલસાણા) નાનો આવતા એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં તેનો કબ્જો કડોદરા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે. પકડાયેલ આરોપી અગાઉ પલસાણા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અને પકડાયેલ છે.