કોરોનાના કપરાકાળમાં પોલીસ પ્રજાની પડખે છે : ગૃહમંત્રી જાડેજા
ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજયભરમાં કોરોનાના નિયંત્રણ માટે રાજય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી કડક હાથે કરવા વીડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. પ્રદિપસિંહ પોલીસ વિભાગની કામગીરીને વખાણતા કહયું હતું કે કોરોનાના કપરા કાળમાં પોલીસ સતત પ્રજાની પડખે રહી છે. સંક્રમણ અટકાવવા સૌથી અસરકારક ભુમીકા પોલીસે નીભાવી છે. તેઓએ વધુમાં જણાવ્યુ કે નાગરીકોની મહામુલી જીંદગી બચાવવા માટે પોતાના જીવના જોખમે પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત છે. મીની લોકડાઉન અને નાઇટ કફર્યુ સહીતની કામગીરીની કડક અમલવારી માટે સવા લાખથી વધુ જવાનો ખડેપગે છે. જેમાં પ6616 પોલીસ, 89 એસઆરપીની કંપનીઓ, 13361 હોમગાર્ડ, ર9444 જીઆરડી અને 76ર0 ટ્રાફીક બ્રિગેડના જવાનો તૈનાત છે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરીકોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત ચેક કરવા પ0 ઇન્ટર સ્ટેટ ચેક પોસ્ટ કાર્યરત છે.
શ્રી જાડેજાએ વધુમાં કહયું કે કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં અને નાગરીકો સુરક્ષીત રહે તે હેતુસર માસ્ક ન પહેરતા વ્યકિતઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉપરાંત રેમડેસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી, કાળાબજારી અને નકલી ઇન્જેકશન બનાવતા તત્વો સામે સઘન કામગીરી થઇ રહી છે. અત્યાર સુધીમાં 3ર ગુનાઓ આ અંગે દાખલ થયા છે અને 103 આરોપી પૈકી 9ર ની ધરપકડ થઇ ચુકી છે. રૂ.1.8ર કરોડની કિંમતના પ833 રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો જપ્ત કર્યો છે. રાજયના તમામ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની ફરજ નિષ્ઠાને બીરદાવી શ્રી જાડેજાએ અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ વધુમાં કહયું કે નાગરિકોએ ખાખીની ખુમારી જોઇ છે અને આ મહામારીમાં ખાખીની સંવેદના પણ અનુભવી છે. માનવીની જીંદગી બચાવવા માટે સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ડોનેટ સહિતની બેસ્ટ પ્રેકિટસ દ્વારા પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બની છે. તેમણે કહયું કે આ વિભાગના મંત્રી બનવાનું મને જે દાયિત્વ મળ્યુ છે તેનું મને ગૌરવ છે.આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવ પંકજકુમાર, રાજયના પોલીસવડા આશિષ ભાટીયા, અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
12563 પોલીસ જવાનો સંક્રમિત થયા
રાજયમાં કોરોના કાળમાં ફરજ બજાવતા 1રપ63 પોલીસ-એસઆરપી જવાનો સંક્રમિત થઇ ચુકયા છે. હાલ 3144 પોલીસ જવાનો સંક્રમીત છે. તેમાથી 88 જવાનો હોસ્પિટલાઇઝ છે બાકીના હોમ કવોરન્ટાઇનમાં સારવાર લઇ રહયા છે. ગૃહમંત્રી જાડેજાના જણાવ્યા મુજબ કોવીડ રસીકરણમાં ગુજરાત પોલીસે ઉતમ પ્રકારની કામગીરી કરી છે. રાજયના 86 ટકા પોલીસ અધિકારી-કર્મચારીઓએ વેકસીન લીધી છે. બેઠકમાં કોરોનાથી જીવ ગુમાવનાર પોલીસ જવાનોને શોકાંજલિ આપી બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.
#NS News