જલદી કરો/ 11.73 લાખ બેન્ક એકાઉન્ટમાં નખાયા 15,438 કરોડ રૂપિયા, તમારું બેન્ક એકાઉન્ટ ચેક કરી લેજો!
આવકવેરા વિભાગ દ્વારા કોરોના સંકટકાળમાં જંગી પ્રમાણમાં કરદાતાઓને રિફંડ આપવામાં આવ્યુ છે. આવકવેરા વિભાગે આજે બુધવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિના એપ્રિલમાં 11.73 લાખ કરદાતાઓને 15,438 કરોડ રૂપિયાથી વધારે રકમ રિફંડ આપી છે. કુલ આઇટી રિફંડમાં વ્યક્તિગત કરદાતાઓમાં 11.51 લાખ ટેક્સપેયરોને 5,047 કરોડ રૂપિયા રિફંડ આપ્યા છે. તો કંપની ટેક્સ બાબતોમાં 21,487 કરદાતાઓને 10,392 કરોડ રૂપિયા રિફંડ કરવામાં આવ્યા છે.
11.73 લાખ કરદાતાઓને 15,438 કરોડ રૂપિયા રિફંડ કર્યા
આવકવેરા વિભાગે ટ્વિટરમાં લખ્યુ કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ (સીબીડીટી)એ એક એપ્રિલ 2021થી ત્રણ મે, 2021 દરમિયાન 11.73 લાખ કરદાતાઓને 15,438 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. અલબત્ત આવકવેરા વિભાગે તેની માહિતી નથી આપી કે રિફંડ કરાયેલી રકમ ક્યાં નાણાકીય વર્ષ સંબંધિત છે.
2.38 કરોડથી વધારે કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા
ઉલ્લેખનિય છે કે, ગત નાણાકીય વર્ષ 2020-21નમાં આવકવેરા વિભાગે 2.38 કરોડથી વધારે કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. જે વર્ષ 2019-20માં આપેલ રિફંડ 1.83 લાખ કરોડ રૂપિયાની તુલનાએ 43.2 ટકા વધારે રકમ છે.
#NS News