દેશ દુનિયા

અદાણી ભરાયા/ ગંગાવરમ પોર્ટને હસ્તગત કરવામાં પડ્યા ડખા, ડિલ ન થઈ તો કરોડોનું થશે નુક્સાન

અદાણી પોર્ટ દ્વારા ગંગાવરમ પોર્ટને હસ્તગત કરવામાં નવું વિધ્ન સર્જાયુ છે. ગંગાવરમ પોર્ટના પ્રમોટર્સ આ પોર્ટ અદાણી ગ્રૂપને વેચવા માટે ફરીથી ભાવતાલ કરી રહ્યા છે. તેઓ આ ડીલને કેશ કોમ્પોનન્ટમાં વધારો ઇચ્છે છે. આ જાણકારી ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ છે.

પોતાની સંપૂર્ણ ચૂકવણી ઓલ શેર ડીલમાં જોઇતી નથી

ગંગાવરમ પોર્ટમાં 58.1 ટકા હિસ્સેદારી રાખનાર ડીવીએસ રાજુ ફેમિલીનું કહેવુ છે કે, તેમની હિસ્સેદારીની અડધી રકમની ચૂકવણી રોકડમાં ઇચ્છે છે. તેમને પોતાની સંપૂર્ણ ચૂકવણી ઓલ શેર ડીલમાં જોઇતી નથી. નોંધનિય છે કે, આ ડિલ ઓલ શેર ડિલ હેઠળ ફાઇનલ થઇ હતી.

પોતાની હિસ્સેદારીની અડધા રકમની ચૂકવણી અદાણી પોર્ટ્સના શેરમાં ન કરતા રોકડમાં થાય

ગંગાવરમ પોર્ટના પ્રમોટરોને એ વાતને ડર છે કે, અદાણીના મ્યાન્મારના સૈન્યની સાથે સંબંધોના કારણે અદાણીની વેલ્યુએશન પર અસર થઇ શકે છે. આથી ગંગાવરમ પોર્ટના પ્રમોટરોએ હવે કહ્યુ કે તેમને પોતાની હિસ્સેદારી માટે અડધા રકમની ચૂકવણી અદાણી પોર્ટ્સના શેરમાં ન કરતા રોકડમાં થવી જોઇએ.

પોતાની હિસ્સેદારી માટે અડધા રકમની ચૂકવણી અદાણી પોર્ટ્સના શેરમાં ન કરતા રોકડમાં

નોંધનિય છે કે, 23 માર્ચે અદાણી પોર્ટે જાહેરાત કરી છે કે, તેણે 3604 કરોડ રૂપિયામાં ગંગાવરમ પોર્ટમાં રાજુ ફેમિલીની હિસ્સેદારીને હસ્તગત કરવા માટે એક ડિલ કરી છે. માર્ચમાં જ ગૌત્તમ અદાણીની જ પ્રમોટેડ એક ફર્મ એ ગંગાવરમ પોર્ટમાં વારબર્ગ પિંક્સ પાસેથી 1954 કરોડ રૂપિયામાં 31.5 ટકા હિસ્સેદારી ખરીદી હતી. આ બંને ડિલ માટે ગંગાવરમ પોર્ટની વેલ્યૂએશન 120 રૂપિયા પ્રતિ શેર દીઠ નક્કી કરવામાં આવી હતી.

ગંગાવરમ પોર્ટના 6 શેર સામે અદાણી પોર્ટનો એક શેર આપવામાં આવનાર હતો

આ કેસમાં સંકળાયેલ એક બેન્કરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ કે, અદાણી પોર્ટની રાજુ ફેમિલીની સાથે ડિલ હેઠળ ગંગાવરમ પોર્ટના 6 શેર સામે અદાણી પોર્ટનો એક શેર આપવામાં આવનાર હતો. ગત 22 માર્ચના રોજ અદાણી પોર્ટની ક્લોઝિંગ 721.6 રૂપિયા હતી. હવે રાજુ ફેમિલીની એ વાતની ચિંતા થઇ ગઇ છે કે અદાણી પોર્ટના શેરને એસએન્ડપી ડાઉન જોન્સ ઇન્ડાઇસિસ દ્વારા પોતાના સસ્ટેન એબિલિટી ઇન્ડેક્સમાંથી હટાવી દેતા તેના મૂલ્યાંકની વેલ્યૂએશનમાં ઘટાડો થશે.

અદાણી પોર્ટમાં પોતાની હોલ્ડિંગ વેચી દીધી

આ ઉપરાંત કેટલાંક સ્કેનડેનેવિયન ડિરેક્ટર દ્વારા કંપની સાથે જોડાયેલી ઇએસજી (એન્વાર્યમેન્ટ, સોશિયલ અને કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત ચિંતાઓ) ચિંતાઓના લીધે અદાણી પોર્ટમાં પોતાની હોલ્ડિંગ વેચી દીધી છે. તેને ધ્યાનમાં રાખતા રાજુ ફેમિલી આ સોદાથી પ્રાપ્ત થનાર રકમની રોકડમાં માંગણી કરી રહી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button