ફ્લો મીટરો ની અછત વચ્ચે, વડોદરા ની ઝાયડ્સ કંપની દ્વારા SSG અને ગોત્રી હોસ્પિટલ માં 50 ઓક્સિજન ફ્લો મીટરોની સહાય કરવામાં આવી
વડોદરા ના ઝાયડ્સ કંપની ના CEO સીમાબેન રાંકા દ્વારા સરકારી હોસ્પિટલો અને અન્ય જરૂરિયાદ મંદ ને ઘણી બધી સેવાઓ પુરી પાડવામાં આવે છે, ત્યારે આજે વડોદરા ની સયાજી હોસ્પિટલ (SSG) અને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ માં 1,84,800/- રૂપિયા ની કિંમત ના ઓક્સિજન ફ્લો મીટરની સહાય કરવામાં આવી છે, શહેર ની સરકારી હોસ્પિટલ માં ઓક્સિજન ફ્લો મીટર ની અછત હતી આ જાણ વડોદરા ની ટીમ રિવોલ્યુશન ને થઈ હતી, ટીમ રિવોલ્યુશન એ ઘણા પ્રયત્નો કરવા છતાં આ ફ્લો મીટર મળ્યા નહતા, જેથી ટીમએ એક મેસેજ જાહેર કરી મદદ માંગી હતી, આ મદદ ઝાયડ્સ કંપની ના CEO દ્વારા કરવામાં આવી, અને 50 જેટલા ઓક્સિજન ફ્લો મીટર 2 સરકારી હોસ્પિટલમાં આપવામાં આવ્યા, સાથે સાથે ટીમ રિવોલ્યુશન છેલ્લા 23 દિવસ થી ત્રણ સરકારી હોસ્પિટલો માં લીંબુ સરબત નું વિતરણ કરે છે તેમને વડોદરા ઝાયડ્સ કંપની ના CEO સીમાબેન રાંકા દ્વારા મદદ રૂપ થવાનું જણાવ્યું હતું, ટીમ રિવોલ્યુશન ના તમામ સભ્યો દ્વારા વડોદરા ઝાયડ્સ કંપની ના CEO સીમાબેન રાંકા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in