જરૂર વાંચો / મે મહિનામાં આ 8 દિવસ બેંક રહેશે બંધ, કોરોનાકાળમાં ઘરમાંથી નિકળતા પહેલા જુઓ આ લિસ્ટ
કોરોનાકાળની બીજી લહેરથી દેશભરમાં કોહરામ મચ્યો છે. દૈનિક 4 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. સ્થિતિને જોતા બેંકો તેના ગ્રાહકોને ઓનલાઇન બેંકિંગ સુવિધા માટે પ્રોત્સાહિત કરી રહી છે, તો પણ બેંકના કેટલાક કામો એવા છે, જેના માટે બેંકમાં જવુ જરૂરી છે. એવામાં બેંક જતા પહેલા જાણી લેવુ જરૂરી છે કે કઇ તારીખે બેંકની રજા છે એટલે કે બેંક બંધ રહેશે. દર મહિનાની જેમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા રજાની યાદી જાહેર કરવામાં આવી છે.
બધા રાજ્યો માટે જુદા-જુદા નિયમ
ભારતીય રિઝર્વ બેંક 2021 માટે બેંકની રજાની એક યાદી તેની સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર અપલોડ કરી છે. યાદી મુજબ મે 2021ના મહિનામાં 12 રજાઓ છે, તેમા મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો સમાવેશ થાય છે.
- 9 મે: રવિવાર (દરેક જગ્યાએ)
- 13 મે: રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિતર). આ દિવસે બેલાપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર, થિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે
- 14 મે: ભગવાન શ્રી પરશુરામ જયંતી / રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિતર)/ બસવા જયંતી/ અક્ષય તૃતિયા. આ દિવસે બેલાપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર, થિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
- 16 મે: રવિવાર (દરેક જગ્યાએ)
- 22 મે: ચોથો શનિવાર (દરેક જગ્યાએ)
- 26 મે: બુદ્ધ પુર્ણિમમા. આ દવિસે અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
- 30 મે: રવિવાર (દરેક જગ્યાએ)
જોકે આ દિવસો દરમિયાન બેંક બ્રાન્ચ બંધ હોય, પરંતુ ગ્રાહક ઓનલાઇન મોડનો ઉપયોગ કરી લેવડ-દેવડ કરી શકો છો. મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ હંમેશાની જેમ ચાલુ રહેશે.