રમત ગમત

સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે IPLની બાકીની મેચ, BCCI એ આપ્યા સંકેત

ટી 20 વર્લ્ડ કપ પહેલા આઈપીએલ 2021 ની બાકીની મેચનું આયોજન થાય તેવી સંભાવના છે. લીગની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આઈપીએલ 2021 માં ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ લીગને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. તેવામાં ટી -20 વર્લ્ડ કપ પહેલા બાકી ની મેચનું આયોજન થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.

આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તે સમયે તમામ વિદેશી ટીમો ભારતની જ હશે. તેવામાં જો સપ્ટેમ્બરમાં બીસીસીઆઈને વિંડો મળશે તો આઈપીએલની બાકી ની મેચનું આયોજન કરવું શક્ય છે.

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જો સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગની બાકીની મેચનું આયોજન થઈ શકે છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના ચાર લાખથી વધુ કેસ આવી રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.

બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જો વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને કોવિડ -19 ની સ્થિતિ નિયંત્રણમાં હોય, તો T20 વર્લ્ડ કપ પહેલા ચોક્કસપણે લીગની બાકીની મેચનું આયોજન થયું શકે છે. વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓ માટે પણ તૈયારીની સારી તક હોઈ શકે છે.

આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ કરી શકે છે. આ સમય દરમિયાન બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની 31 મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત નિર્ણયો વિશે વાત કરી શકે છે.

#NS News #IPL #IPL 2021

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button