રમત ગમત

Cricket: ઘરેલું ક્રિકેટરોને માટે કોરોના કાળ દરમ્યાન આવ્યા રાહતના સમાચાર, BCCI એ કહ્યુ મળશે પુરી રકમ

કોરોના કાળને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ખેલજગત પણ ખૂબ જ પ્રભાવિત બન્યુ છે. ગત વર્ષ 2020 ના દરમ્યાન અનેક ટુર્નામેન્ટને રદ કરવી કરવી પડી હતી. તો કેટલીક સ્થગીત કરવી પડી હતી. વર્ષ 2021 માં પણ આ સીલસીલો જારી રહ્યો છે. આઇપીએલ 2021 સ્થગીત થવા બાદ BCCI ના સામે મુંઝવણ છે કે, ટુર્નામેન્ટ ની બાકીની 31 મેચોનુ આયોજન ક્યા અને કેવી રીતે કરવુ. આ દરમ્યાન હવે BCCI એ ઘરેલુ ક્રિકેટરોને માટે એક રીતે રાહતના સમાચાર આપ્યા છે. કોરોનાથી પ્રભાવિત ઘરેલુ ક્રિકેટ (Domestic Cricket) પ્રભાવિત થવા બાદ BCCI અધ્યક્ષે સૌરવ ગાંગુલી (Sourav Ganguly ) એ જાહેરાત કરી છે.

સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરતા કહ્યુ હતુ કે, હાલમાં કોરોના વાયરસે આપણી જીદંગી અને ખેલને તબાહ કરી દીધુ છે. આપણે આશા રાખીએ છીએ કે, ઓક્ટોબર મહીનામાં બધુ સામાન્ય થઇ જશે. અમે આ વર્ષે જૂન અને જુલાઇ દરમ્યાન અમારા તમામ જૂનીયર ખેલાડીઓ, અમ્પાયરો અને સ્કોરર્સને તેમની પુરી મેચ ફી ચુકવી આપીશુ. ગાંગુલીએ કહ્યુ હતુ કે, આ વર્ષે જૂનિયર ખેલાડીઓ માટે કોરોનાકાળમાં રમવુ એ જોખમ ભર્યુ સાબિત થઇ શકતુ હતુ.

આગળ પણ કહ્યુ હતુ કે, એક 16 વર્ષીય યુવા ખેલાડી પોતાના માતા પિતા વિના ઘરથી દુર લાંબો સમય સુધી હોટલમાં રહે તે આસાન નથી. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે. અમે તેને નજરમાં રાખીને એસોસીએશન સાથે વાત કરી હતી. આ સમયે અમારા માટે વ્યક્તિગત રુપે વાત કરવી શક્ય નથી. એટલા માટે અમે ખેલાડીઓને એસોસીએશન દ્રારા સતત પ્રોત્સાહિત કરતા રહીશું.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ આઇપીએલ મેચ રમાઇ શકે છે તેવા એક પ્રશ્નના જવાબમાં સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે, ના. ભારતીય ટીમ 3 વન ડે અને 5 T20 મેચ માટે શ્રીલંકા પ્રવાસ પર જનારી છે. ઘણા પ્રકારની મુશ્કેલીઓ હોય છે. જેમ કે 14 દીવસનો ક્વોરન્ટાઇન સમય. જે ભારતમાં નથી થઇ શકતુ. જે ક્વોરન્ટાઇન ભારતમાં ખૂબ મુશ્કેલ છે. એ કહેવામાં પણ ખુબ ઉતાવળ હશે કે, આઇપીએલ પુર્ણ કરવા માટે સ્લોટ શોધીશુ.

The post Cricket: ઘરેલું ક્રિકેટરોને માટે કોરોના કાળ દરમ્યાન આવ્યા રાહતના સમાચાર, BCCI એ કહ્યુ મળશે પુરી રકમ

#NS News #BCCI #Cricket

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button