ફાજલપુર ના સાકરિયા પૂરા ખાતે નવિ સ્કૂલ નુ ખાતમુર્હુત કરવામાં આવ્યું.

આજ રોજ ફાજલપુરના સાકરીયાપુરા ખાતે ઉત્તર બુનિયદી સર્વોદય વિધાયાલંય બનાવવા નવિ સ્કૂલ નુ ખાતમુર્હુત કરવામાં આવ્યું
જેમાં સંત શ્રી જીતુરામ મહરાજ ,સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઈનામદાર , નંદેશરી GIDC એસોસિએશન ના ચેરમેન બાબુભાઇ પટેલ સાથે સામાજિક આગેવાનો અને આજુબાજુના સંરપચ શ્રી ઓ તથા વડીલો માતા બહેનો, સ્કૂલ ના બાળકો હાજર રહ્યા હતા.
સ્કૂલ ની બાળાઓ દ્વારા મહેમાનો ના આવકાર માટે ગીત સાથે નૃત્ય પણ કરવામાં આવ્યું સાથે
ઉપસ્થિત તમામ મહાનુભાવો નું ઉત્તરબુનિયાદી સર્વોદય દ્વારા ફૂલ-હાર અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું,
આ સંદર્ભ માં કેટલાય આગેવાનો એ તથા સરપંચ શ્રી ઓ એ 11 હઝારથી લઈને 2 લાખ જેવિ રકમની સ્કૂલ બનાવા માટે જાહેરાત કરવામાં આવી,
અને સાવલી ના ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઈનામદાર સાહબે બનીસકે તો પુરી સ્કૂલ બનાવી આપવાની વાત કરી છે, સાથે જ જણાવ્યું કે ગામ ના લોકો કોઈ પક્ષ-પાત કર્યા વિના સંપી ને રહો,
જેથી ઉપસ્થિત તમામ લોકોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)