લગ્ન મંડપમાં જ દુલ્હને વરરાજાને પૂછી લીધો આવો સવાલ, જવાબ ના આપી શકતા આખી જાન વિલા મોઢે પાછી ફરી
લગ્નને લઈ કોઈ પણ વ્યક્તિમાં ઘણી ઉત્સુકતા હોય છે અને બધાની એ ઈચ્છા હોય છે કે તેના પાર્ટનરમાં કોઈ કમી ન હોય. પાર્ટનર પર વિશ્વાસ ન હોવાના કારણે અધવચ્ચે જ લગ્ન તૂટી જાય છે. કંઈક એવો જ કેસ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક જાન વગર લગ્ન કર્યે પરત ફરી, કેમ કે વરરાજાને વધુના સવાલોનો જવાબ નહોતો ખબર..
ખબરો પ્રમાણે, આ ઘટના મહોબા જિલ્લાના પનવાડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં એક લગ્નમાં જાન પહોંચી અને વરમાળાનો કાર્યક્રમ શરૂ થયો. આ દરમિયાન દુલ્હનને કોઈ પ્રકારે ખબર પડી ગઈ કે દુલ્હો અભણ છે.
આ ચીજની તપાસ કરવા માટે દુલ્હને વરમાળાના સ્ટેજ પર જ દુલ્હાને 2નો ઘડીયો પૂછી લીધોય દુલ્હો જ્યારે બે નો ઘડીયો ન બોલી શક્યો, તો દુલ્હને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો.
દુલ્હને લગ્નની મનાઈ કરી તો દુલ્હાના પક્ષે હંગામો શરૂ કરી દીધો. ઘણા સમય સુધી મનાવ્યા બાદ પણ જ્યારે દુલ્હન લગ્ન માટે ન માની, તો બંન્ને પક્ષોએ લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લીધો. પણ આ કેસ પનવાડી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. પોલીસે વિવાદને ખતમ કરવા માટે છોકરા અને છોકરી બંન્ને પક્ષો સાથે સુલહનામા પર હસ્તાક્ષર કરાવ્યા.
સુલહનામા દરમિયાન છોકરા પક્ષે છોકરી પક્ષને ખાવાનુ અને અન્ય ચીજો પર થયેલા ખર્ચ માટે 4 લાખ રૂપિયા ચૂકવ્યા. સાથે જ બંન્ને પક્ષોએ એક-બીજાના આપેલા સામાનોની પણ વાપસી કરી.
#Ns news #Naitik Samachar #latest news