Bharuch Covid-19 Hospital Fire : ભરુચની પટેલ વેલફેર કોવિ઼ડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે આખરે બેદરકારીનો ગુનો નોંધાયો
Bharuch Covid-19 Hospital Fire : ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ બાબતે આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ, ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો દાખલ થયો છે. આપને જણાવી દઈએ કે, ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 16 દર્દીઓ સહિત 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ પટેલ વેલફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી, જેમાં ગત તારીખ 1 લી મેની રાત્રીએ આઈ.સી.યુ. વિભાગમાં આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જોકે મામલામાં હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
#Bharuch Covid-19 Hospital Fire #Covid-19 Hospital Fire #Covid 19 #Ns news #Naitik Samachar