ગુજરાત

પહેલા પાર્કિંગની જગ્યા દર્શાવો, પછી નવી કારની ખરીદી કરો, AMC નવી પાર્કિંગ નીતિ જાહેર કરશે

Parking 101: Creating the Perfect Car Park - The Architects Diary

HMEDABAD : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કીંગ નીતિઓ તૈયાર કરાઇ છે. આ નીતિ અન્વયે લોકોએ કાર ખરીદી કરતા પહેલા પાર્કિંગની જગ્યા બાબતે ખાતરી આપવાની રહેશે. નિગમ દ્વારા જાહેર સ્થળોએ વધારે સમય માટે પાર્કિંગ બંધ કરવાનું પણ નક્કી કરાયું છે. આ પોલિસી એપ્રિલના અંતિમ અઠવાડિયામાં પ્રકાશિત થઈ હતી. જે અંગે વિસ્તુત અહેવાલ બુધવારે રજુ કરાયો છે.

આ નીતિ અંતર્ગત, સામાન્ય પાર્કિગ માટે માસિક અથવા વાર્ષિક પરમિટ આપવાનું આયોજન છે. AMCની આ યોજનામાં સોસાયટી બહાર રોડ પર થતા પાર્કિંગને પરમિટ આપવાનો પણ છે.

2017માં કેન્દ્ર અને રાજય સરકારે નવા નિયમોને લાગુ કરવાની ઘોષણા કરી હતી. જે અનુસંધાને નવા વાહનમાલિકોને આ પ્રમાણ આપવું અનિવાર્ય કર્યું છેકે તેમની પાસે પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે. એએમસી હવેથી પાર્કિંગની જગ્યાનું પ્રમાણ માંગવા માટે નિયમો, વિનિયમો અને દિશાનિર્દેશો નક્કી કરશે.

આ નવી નીતિ, પાર્કિંગ સ્થળને સમાન રીતે વિભાજીત કરે છે. જેમાં કહેવામાં આવ્યું છેકે અમદાવાદમાં પાર્કિગની જગ્યા ખુબ જ ઓછી છે. અને પાર્કિગની સુવિધાની અસમાન વિતરણને કારણે ઉપલબ્ધ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે. સીજી રોડ, આશ્રમ રોડ, પાલડી અને અન્ય વિસ્તારોમાં કે જયાં ઓફિસ અવરમાં પાર્કિંગની જગ્યાની માગ વધુ રહે છે. જયારે આ વિસ્તારોમાં સપ્તાહના અંતે પાર્કિંગની જગ્યાની માગ ઓછી હોય છે.

નવી નીતિ અનુસાર ઓફિસ, મોટા કાર્યાલય, શાળા, બેંકો, વ્યાવસાયિક પાર્ક, મોલ અને ઉદ્યાનોમાં પાર્કિંગની માંગ સતત રહેતી હોય છે. જેના નિવારણ માટે પણ નવી નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, નવા મકાનો અને એકબીજાની નજીકના સ્થળોએ પાર્કિંગ સ્થાનની વહેંચણી કરવી જરૂરી છે. આ સંબંધિત સમસ્યાને એએમસીના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આપશે.

શહેરમાં સાર્વજનિક પરિવહન માટે પણ દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ટેક્સીચાલકો, ઓટોરિક્ષાચાલકો અને ટ્રકચાલકો માટે મફત ઓન-સ્ટ્રીટ સ્પોટ નામાંકિત કરાશે. જેમાં અન્ય વાહનોને પ્રવેશ અપાશે નહીં. તો શહેરમાં પરિવહન નિગમે પહેલેથી જ ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળો નક્કી કરી લીધા છે.

નવી નીતિ અંતર્ગત કેવી રીતે થશે પાર્કિંગ સમસ્યા હલ ?

1) ખાનગી મોટી ઇમારતો પાર્કિગ સ્થળોને નક્કી કરી શકે છે, જે પોતાની જગ્યાને અન્ય વાહનો માટે ઉધાર આપી શકે છે.
2) હવેથી રોડ પર રાત્રિના સમયે પાર્કિંગ ચાર્જ આપવો પડશે, રહેઠાણ વિસ્તારોના રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરાશે.
3) વાણિજ્ય સંસ્થાઓમાં પાર્કિંગ માટે 40 ટકા કર્મચારીઓ માટે અને 60 ટકા સામાન્ય જનતા માટે રહેશે.
4) વાણિજ્ય સંસ્થાઓમાં એએમસી પાર્કિગ ઝોન સ્લોટ ખરીદી શકે છે.
5) પોલિસીને લાગુ કરવા માટે અલગ પાર્કિંગ સેલ બનશે.
6) ટેક્સી અને ઓટોચાલકો નિર્ધારિત સ્ટેન્ડ પર જ વાહનો રાખી શકશે. જેમને રોડ પર પાર્કિંગ કરવાની અનુમતિ ન મળે.
7) મેટ્રો રેલવે સ્ટેશનમાં જાહેર પરિવહનની જગ્યા પર પાર્કીંગ ફીની સુવિધા રહેશે.
8) ભારે વાહનોના આવાગમનની જરૂરિયાતવાળા વેપારીઓને શહેરથી દૂર પાર્કિંગ આપવા માટે પ્રોત્સાહિત કરાશે.


નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

#NS News #Naitik Samachar #AMC Parking #Latest news #Ahmedabad News

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button