ગુજરાત

પિતાની સંપત્તિમાં પુત્રીઓનો બરાબરનો હક્ક છે, વંચિત ન રાખી શકાય: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ, તા.14
ગુજરાત હાઈકોર્ટે પૈતૃક સંપત્તિમાં પુત્રીઓના હક્કને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે મિલકતની વહેંચણી સાથે જોડાયેલી અરજીમાં જો પ્રાથમિક આદેામાં સંપત્તિને ભાઈઓના પક્ષમાં બરાબર વહેંચવાનો ચુકાદો આવ્યો હોય તો પણ પુત્રીઓને તેના હક્કથી દૂર કરી શકાય નહીં. આ મામલો વલસાડ જિલ્લાના નાનકવાડા ગામમાં એક પરિવારની સંપત્તિઓ સાથે સંબંધિત છે. રતનજી મારફતિયા અને મણિબેનના નિધન બાદ 1989માં તેના ત્રણ પુત્રોએ સંપત્તિની વહેંચણીની અરજી કરી હતી. 28 ફેબ્રુઆરી-1995ના વલસાડ સિવિલ કોર્ટે ત્રણેય ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીના બરાબર ભાગ પાડી લેવાનો આદેશ આપ્યો હતો. બરાબરના ભાગને સુનિશ્ર્ચિત કરવા માટે એક કોર્ટ કમિશનરની નિયુક્તિ પણ કરવામાં આવી હતી.

દરમિયાન પાંચ બહેનો દ્વારા કાયદાકીય વારસદાર તરફથી સંપત્તિમાં ભાગીદારીની અરજી કરવામાં આવી હતી જેને નીચલી અદાલતે રદ્દ કરી દીધી હતી. ટ્રાયલ કોર્ટે મામલામાં પ્રાથમિક આદેશ પસાર થવાનો હવાલો આપતાં આ અરજી ફગાવી હતી. ત્યારબાદ તેમણે વકીલ ચૈતન્ય જોશી દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે આ મામલે તમામ પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં જજે કહ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં સંશોધન હેઠળ કોર્ટે પૈતૃક સંપત્તિઓમાં પુત્રીઓને પણ બરાબરનો ભાગ આપવો પડશે. ભલે પ્રાથમિક આદેશ આવી ગયો હોય પરંતુ પુત્રીઓને ગમે ત્યારે લાભાર્થી બનાવી શકાય છે.


#Ns news #Naitik Samachar #latest news #Night curfew
#Gujarat latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button