હંમેશા વિવાદો માં રહેતી નંદેસરી ની પાનોલી કંપની ની બેદરકારી થી એક કર્મચારી નું મોત, કેમિકલ ટાવર ધરાશાયો.
વડોદરા ના નંદેસરી કેમિકલ ઔદ્યોગિક વસાહત માં આવેલ હંમેશા વિવાદો માં રહેતી પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં તૌકતે વાવાઝોડા ની અસર પગલે કંપની માં સ્થિત આશરે 250 ફૂટ ઉંચો કેમિકલ ટાવર ધરાશાયી થવાથી એક કામદાર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, પ્રાપ્ત માહિતી અનુસાર આ કેમિકલ ટાવર ની આવરદા પુરી થઈ ગયેલ હોવા છતાં ઉભો રાખવામાં આવેલ કંપની ની ઘોર ભેદરકારી થી એક કર્મચારી નો ભોગ લીધો, જો આ ટાવર દિવસે પડ્યો હોત તો ઘણા લોકો નોજીવ જાત. કેમિકલ ટાવર ધરસાયી થી મૃત થયેલ અશોકભાઈ ગોહિલ આંનદ જીલ્લા ના દાવોલ ગામ ના વતની હતા, જ્યારે અન્ય ઘાયલ લોકો ને સારવાર અર્થે ખસેડાયા હતા. કામદાર ના મોત ના લીધે સ્થાનિકો અને પરિવારજનો માં રોષ જોવા મળ્યો હતો, વડોદરા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ અને પાનોલી ના સ્થાનિક કોન્ટ્રાક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે મારીમારી ની ઘટના બનેલ, નંદેસરી પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે પોહચી સ્થિતિ ને કાબુ માં લીધી હતી, જોકે વિડીયો માં એક વ્યક્તિ પોલીસ સાથે ઘર્ષણ માં એક પોલીસ કર્મી ને ધક્કો માર્યો હતો જેથી મામલો ઉગ્ર બનતા ટોળાં એ કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો હતો જેમાં પાનોલી કંપની ના કોન્ટ્રાક્ટર એ પોતાની લાઇસન્સ રિવોલ્વર કાઢી ટોળા સામે ઉંચી કરી હતી,
ધર્મપાલ ગોહિલ
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/