દેશ દુનિયા

અવકાશી નજારો/ વર્ષ ૨૦૨૧નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ આ તારીખે, ભૂમંડલે કરી આ આગાહી

વર્ષ ૨૦૨૧નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ ૨૬ મે-બુધવારના છે. પૂર્વીય ભારતના વિસ્તારોમાં આંશિક ગ્રસ્તોદિત ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો બનવાનો છે. પરંતુ ગુજરાતમાં આ ગ્રહણનો અવકાશી નજારો જોવા નહીં મળે.

ગ્રહણનો અવકાશી નજારો

સંવત ૨૦૭૭ વૈશાખ શુક્લ પક્ષ પૂનમના ૨૬ મેના રોજ અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિમાં થનારા ખગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વીય ભારતના ભાગોમાં આંશિક ગ્રસ્તોદિત દેખાશે જ્યારે પૂર્વ એશિયા, પેસિફિક, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં અલૌકિક નજારો જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ૧૫ કલાકને ૧૪ મિનિટ, ગ્રહણ મધ્ય ૧૬ કલાક ૪૮ મિનિટ, ગ્રહણ ઉન્મીલન ૧૬ કલાક ૫૭ મિનિટ, ગ્રહણ મોક્ષ ૧૮ કલાકને ૨૨ મિનિટના છે જ્યારે પરમ ગ્રાસ ૧.૦૧૬ રહેશે.

ભારતમાં આંશિક ખંડગ્રાસ ગ્રહણ અને ક્યાંક માધ્ય ગ્રહણ જોવા મળવાનું છે. વર્ષ ૨૦૨૧ના પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ અને વિવિધ મુદ્રાઓ નીહાળવા વિશ્વના ખગોળપ્રેમીઓમાં ઉત્સુક્તા છે. ભૂમંડલે આશરે ૩ કલાકને ૮ મિનિટનો અલૌકિક અવકાશી નજારો જોવા મળશે.


#Ns news #Naitik Samachar #latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button