અમેરિકાના BAPS સ્વામીનારાયણ મંદિરમાં દલિત મજૂરોના શોષણનો મામલો શું છે?
સ્વામીનારાયણ મંદિર
અમેરિકામાં અનેક ભવ્ય મંદિરોના નિર્માણ કરનારી સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા કે બાપ્સ (BAPS)ની સામે ન્યૂ જર્સીના મંદિરમાં કામ કરતા મજૂરોએ કેસ દાખલ કર્યો છે.
તેમનો આરોપ છે કે તેમની પાસે ‘બંધુઆ મજૂરો’ની જેમ કામ કરાવાય છે અને તેમને યોગ્ય મહેનતાણું પણ આપવામાં આવ્યું નથી.
11 મેના રોજ જે દિવસે કેસ દાખલ કરાયો એ દિવસે અમેરિકન તપાસ સંસ્થા એફબીઆઈને રૉબિન્સબીલ વિસ્તારમાં 159 એકર જમીન પર આવેલા બાપ્સ મંદિરમાં રેડ પાડી હતી.
રેડમાં અમેરિકના હોમલૅન્ડ સિક્યૉરિટી અને શ્રમ વિભાગના એજન્ટ પણ સામેલ હતા. સમાચારો અનુસાર, એફબીઆઈ રેડ બાદ અંદાજે 90 કારીગરોને મંદિર પરિસરમાંથી બસોમાં બેસાડીને લઈ ગઈ. હવે એ મજૂરો પોલીસ સંરક્ષણમાં છે.
ન્યૂ જર્સીમાં અમેરિકાની સંઘીય અદાલતમાં બાપ્સ ટ્રસ્ટ સામે 200થી વધુ મજૂરો દ્વારા કરાયેલા કેસમાં અમેરિકન શ્રમકાયદાના ઘોર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
મજૂરોના પાસપોર્ટ લઈ લેવાયા હતા
સ્વામીનારાયણ મંદિર
મજૂરો તરફથી દાખલ કેસના અદાલતી દસ્તાવેજોમાં કહેવાયું કે સ્વામિનારાયણ સંસ્થા કે બાપ્સના અધિકારીઓએ મજૂરોને ભારતથી અમેરિકા લાવવા માટે વિઝા અધિકારીઓથી સત્ય છુપાવ્યું અને મજૂરોને વૉલિન્ટિયર્સની જેમ રજૂ કર્યા.
જ્યારે તેઓ અમેરિકા પહોંચ્યા ત્યારે એ મજૂરોના પાસપોર્ટ પણ લઈ લેવાયા હતા.
મજૂરોનું કહેવું છે કે તેમને સારું ભોજન પણ અપાતું નહોતું, અને માત્ર દાળ અને બટાકા ખાવા માટે આપતાં હતાં. તેમને ટ્રેલરમાં રહેવાની જગ્યા અપાઈ હતી, જ્યાં મજૂરો અનુસાર, તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
અને તેમને મંદિર પરિસર બહાર જવાની કે કોઈ બહારની વ્યક્તિ સાથે વાત કરવાની મંજૂરી પણ નહોતી. મજૂરોને ડરાવાતા-ધમકાવાતા કે તેમની ધરપકડ કરાવીને તેમને ભારત મોકલી દેવાશે.
અદાલતી દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો કે વર્ષ 2018થી વર્ષ 2020 દરમિયાન મજૂરો પાસેથી રોજનું 12 કલાકથી વધુ કામ કરાવાતું, જેમાં પથ્થરો તોડવા, ભારે મશીનો ચલાવવા, રસ્તા બનાવવા, ગટરલાઇન બનાવવી વગેરે સામેલ હતું.
એક મજૂરનું બીમારી બાદ મૃત્યુ
સ્વામીનારાયણ મંદિર
એટલું જ નહીં આકરી મહેનત બાદ મજૂરોને મહિનામાં માત્ર 450 ડૉલર કે 35 હજાર રૂપિયા અપાતા હતા. આ રીતે તેમને અંદાજે એક ડૉલર પ્રતિ કલાકના દરથી મહેનતાણું અપાતું હતું, જે ન્યૂ જર્સીના સરકારી કાયદા પ્રમાણે કમસે કમ 12 ડૉલર પ્રતિ કલાક હોવું જોઈએ.
અદાલતી દસ્તાવેજોમાં મજૂરોએ આરોપ લગાવ્યો છે કે તેમને ભારતથી સારી નોકરીની લાલચ આપીને અમેરિકા લવાયા હતા, પણ અમેરિકામાં તેમને બંધુઆ મજૂરોની જેમ રખાયા. આ હાલતમાં કમસે કમ એક મજૂરનું બીમાર બાદ મૃત્યુ પણ થઈ ગયું હતું.
બાદમાં મુકેશ કુમાર નામના એક મજૂરો મદદ માટે એક વકીલનો સંપર્ક કર્યો અને કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો. 37 વર્ષીય મુકેશ કુમાર હવે ભારત આવી ગયા છે.
આ મજૂરો માટે મદદ કરનારાં ન્યૂ જર્સીનાં ભારતીય મૂળનાં એક વકીલ સ્વાતિ સાવંતે ન્યૂયૉર્ક ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું કે મજૂરો સાથે બહુ ખરાબ વર્તન કરાતું હતું.
સ્વાતિ સાવંતે કહ્યું, “તે મજૂરો સમજતા હતા કે અમેરિકામાં તેઓ કોઈ સારી નોકરી કરશે અને હરશે-ફરશે. પણ તેમને એ ખબર નહોતી કે તેમની સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરાશે અને તેમને મશીન સમજશે, જેમને ક્યારેય રજાની જરૂર નહીં હોય”
સ્વામિનારાયણ સંસ્થાનો આરોપોથી ઇનકાર
112 મેઇન સ્ટ્રીટ પરનું બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર
આ મજૂરોમાંથી મોટા ભાગના મજૂરોનો સંબંધ ભારતની અનુસૂચિત જાતિ સાથે હોવાનું કહેવાઈ રહ્યું છે.
કોર્ટના દસ્તાવેજોમાં કહેવાયું કે બાપ્સના અધિકારીઓએ મજૂરો પાસેથી અંગ્રેજીમાં લખેલા કાગળ પર સહી કરાવી હતી અને આ મજૂરોને ખબર નહોતી કે તેમાં શું લખેલું છે.
કોર્ટમાં આ મજૂરોના કેસ લડી રહેલા એક વકીલ ડેનિયલ વર્નરે કહ્યું, “આ મજૂરો પર અત્યાચાર એક ભયાનક મામલો છે. અને આ વધુ ચિંતાજનક એટલા માટે પણ છે કે આ અત્યાચાર એક મંદિર પરિસરમાં ઘણાં વર્ષોથી ચાલતો હતો. આ મજૂરોને જુઠ્ઠું બોલીને ભારતથી અમેરિકા લવાયા હતા અને તેમને બંધુઆ મજૂરોની જેમ રખાયા.”
તો બીજી તરફ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા કે બાપ્સે આ આરોપનો નકાર્યા છે.
સંસ્થાના એક પ્રવક્તા લેલિન જોશીએ અમેરિકન સમાચારપત્રો સાથે વાત કરતાં કહ્યું કે મંદિરમાં પથ્થરોની ખાસ કોતરણી માટે આ મજૂરોના વિશેષ મહારત તરીકે સ્પેશિયાલાઇઝ્ડ આર્ટીઝન્સની શ્રેણીના વિઝા લેવામાં આવ્યા હતા.
શ્રદ્ધાળુઓનું શું કહેવું છે?
ભારતીય મૂળના દેવ ભાવેશનું કહેવું છે તે આ ઘટનાથી ન તો મંદિરની ગરિમાને કોઈ ફરક પડશે ન તો અમારી આસ્થાને.
બાપ્સનાં મંદિરોમાં પૂજાપાઠ કરનારા હજારો લોકોમાંથી ઘણા લોકો ન્યૂયૉર્ક અને ન્યૂ જર્સીના વિસ્તારોમાં પણ રહે છે.
અને ઘણા શ્રદ્ધાળુઓને મંદિરની સામે લાગેલા આરોપો પર નવાઈ લાગી.
ન્યૂ જર્સીના એડિસનમાં રહેતા ભારતીય મૂળના દેવ ભાવેશ 20 વર્ષથી વધુ સમયથી બાપ્સનાં મંદિરોમાં પૂજા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેતા રહ્યા છે.
તેઓ કહે છે, “જ્યારે મેં આરોપો અંગે સાંભળ્યું ત્યારે મને બહુ શૉક લાગ્યો, કેમ કે મારો નાતો આ સંસ્થા સાથે વર્ષોથી છે અને મેં અહીં કોઈ ખોટું કામ થતું જોયું નથી. હવે આ આરોપો કેમ લગાવ્યા એ મને ખબર નથી, પણ તેનાથી મંદિરની ગરિમા કે અમારી આસ્થા પર કોઈ ફરક નહીં પડે.”
આ જ રીતની વિચારધારાવાળા ન્યૂ જર્સીમાં ભારતીય મૂળના પૂર્વ ઍસૅમ્બલી સભ્ય ઉપેન્દ્ર ચિવુકુલાએ તો ન્યૂયૉર્ક ટાઇમ્સ દ્વારા બાપ્સ અંગે પ્રકાશિત કરેલી ખબર પર પણ સવાલ ઊભા કર્યા છે.
ઉપેન્દ્ર ચિવુકુલા કહે છે, ” મને ખબર નથી કે આ આરોપોમાં કેટલું તથ્ય છે, પણ જે મજૂરોના ભોજનની વાત છે તો દાળ તો અમે પણ ખાઈએ છીએ. તો શું મંદિરમાં ખાવા માટે ચિકન આપવામાં આવે. અને ટ્રેલરમાં રહેવાની વાત પણ અજીબ છે. બાપ્સના સીઈઓ અમારા મિત્ર છે, તેઓ પણ ક્યારેક ક્યારેક ટ્રેલરમાં રહે છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે તો આવી ખબર છાપીને બધાં હિન્દુ મંદિરોને જ બદનામ કરી નાખ્યાં છે.”
મજૂરોની વળતરની માગ
સ્વામીનારાયણ મંદિરનો કેસ
ચિવુકુલા જણાવે છે કે બાપ્સ ટ્રસ્ટ અને તેના સંતો અને અધિકારીઓ સાથે તેમનો ઘણા દશકો જૂનો નાતો છે.
તેઓ ઘણાં વર્ષો પહેલાંને એ સમયને યાદ કરીને જણાવે છે જ્યારે બાપ્સ મંદિરમાં એ સમયના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થઈ હતી.
ચિવુકુલાનું માનવું છે કે આ મામલે કંઈ થવાનું નથી.
તો ઘણી અન્ય સંસ્થાઓ પણ આ રીતે બાપ્સ પર પાડેલા રેડીથી વિચલિત થઈ ગઈ.
ન્યૂ જર્સીમાં જ બાપ્સ સમેત અન્ય સંસ્થાઓએ ઘણી જગ્યાએ મંદિરનિર્માણનું કામ કરાવ્યું છે અને કેટલાંકમાં હજુ પણ કામ ચાલુ છે.
પણ એ મંદિરો સામે આ રીતના મજૂરો પરના અત્યાચાર કે ઓછા વેતનના આરોપો સામે આવ્યા નથી.
ન્યૂ જર્સીમાં એડિસન વિસ્તારમાં સાઈ દત્તા પીઠમ મંદિરમાં નિર્માણકામ ચાલુ છે. સાઈ દત્તા મીઠમ મંદિરના ચૅરમૅન અને પૂજારી રઘુ શર્મા સંક્રમાંચી જણાવે છે, “અમે મંદિર માટે કેટલોક સામાન ભારતથી આવ્યા અને અમેરિકામાં મૌજૂદ ઘણા ભારતીય મૂળના એન્જિનિયર અને આર્કિટેક્ટ મંદિરના નિર્માણમાં મદદ કરે છે, આ સિલસિલો બે વર્ષથી ચાલે છે. હવે તો બધું નિર્માણકામ લગભગ પૂરું થવા આવ્યું છે.”
આ મંદિરના અધિકારીઓએ ભાર દઈને કહ્યું કે તેમના મંદિરમાં બધું કામ કાયદાકીય રીતે કરવામાં આવી રહ્યું છે.
કોર્ટમાં કેસ લઈ જનારા બાપ્સ મંદિરના મજૂરોની માગ છે કે તેમને વળતર આપવામાં આવે અને તેમને કામનું પૂરું વેતન પણ આપવામાં આવે. બાપ્સ મંદિરના વકીલોની ટીમ પણ કોર્ટમાં પોતાના પક્ષનો બચાવ કરવાની તૈયારીમાં લાગેલી છે.
જાણકારોનું માનવું છે કે મજૂરો દ્વારા દાખલ કરેલો આ કેસ કોર્ટમાં લાબા સમય ચાલી શકે છે.
#Ns news #Naitik Samachar #BAPS