Petrol – Diesel Price : 11 દિવસમાં પેટ્રોલ 2.5 રૂપિયા અને ડીઝલ 2.78 રૂપિયા મોંઘા થયા
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ(Petrol – Diesel Price)એ સામાન્ય માણસની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 24 થી 27 પૈસાનો વધારો થયો છે જયારે ડીઝલ પણ 27 થી 31 પૈસા મોંઘુ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇંધણના ભાવમાં સતત વધારાને કારણે દેશના ઘણા શહેરોમાં દરો 100 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે. ઈંદોર, ભોપાલ અને જયપુર સહિતના ઘણા શહેરોમાં રેટ 100 રૂપિયાની આસપાસ છે. રાજશનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 1103 રૂપિયાથી પણ વધુ છે.
11 દિવસમાં પેટ્રોલ 2.50 રૂપિયા અને ડીઝલ ૨.૭૮ રૂપિયા મોંઘુ થયું
ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ચૂંટણી બાદ પેટ્રોલ 11 દિવસમાં લિટર દીઠ 2.50 પૈસા મોંઘુ થઈ ગયું છે. ડીઝલ પણ મોંઘુ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન ડીઝલની કિંમતમાં 11 દિવસમાં 2.78 પૈસાનો વધારો થયો છે.
જાણો દેશ અને રાજ્યના મહાનગરમાં પેટ્રોલ – ડીઝલના આજના ભાવ.
City | Petrol | Diesel |
Delhi | 92.85 | 83.51 |
Kolkata | 92.92 | 86.35 |
Mumbai | 99.14 | 90.71 |
Chennai | 94.69 | 88.48 |
Ganganagar | 103.33 | 95.88 |
Ahmedabad | 89.94 | 89.96 |
Rajkot | 89.67 | 89.71 |
Surat | 90.07 | 90.11 |
Vadodara | 89.55 | 89.57 |
#Ns news #Naitik Samachar #latest news #Petrol – Diesel Price #Diesel price #Petrol price