ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાના પગલે વરસાદી માહોલ, દાંતામાં 18 મીમી વરસાદ

– બનાસકાંઠામાં તાઉતે વાવાઝોડાના પગલે વાતાવરણમાં પલટો આવતા દિવસ દરમિયાન ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેમાં દાંતામાં સૌથી વધુ ૧૮ એમ.એમ અને દિયોદરમાં નીલ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાના પગલે બનાસકાંઠામાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ.જેમાં મંગળવારે સવારથી જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ પડ્યો હતો.તેમજ કેટલાક વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો.બનાસકાંઠામાં દાંતામાં સૌથી વધુ વરસાદ ૧૮ એમ.એમ નોંધાયો હતો.તેમજ દિયોદરમાં નીલ વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં મોડી રાત સુધીમાં કોઈ જગ્યાએ નુકશાનીના સમાચાર જાેવા મળ્યા ન હતા.જેથી વહીવટી તંત્રએ રાહત અનુભવી હતી.તેમજ વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા તકેદારની પગલા લેવામાં આવ્યા હતા. વાવાઝોડાના પગલે બનાસકાંઠાના અમીરગઢ-૩ મી.મી., કાંકરેજ-૩, ડીસા-૭, થરાદ-૨, દાંતા-૧૮, દાંતીવાડા-૧૩, દિયોદર-૦, ધાનેરા-૬, પાલનપુર-૧૦, ભાભર-૦૧, લાખણી-૦૪, વડગામ-૦૭, વાવ-૦૩, સુઇગામ-૦૨ મી.મી. વરસાદ વરસ્યો હતો.

જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૧૪ તાલુકાઓમાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા એસ.ટી ડિવિઝનના તમામ એસ.ટી રૂટો પણ રદ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે એસ.ટી ડિવિઝનના ૧૭૩ રૂટની બસ સેવા બંધ કરવામાં આવી છે. તેમાં ૧૭૩ રૂટોના ૬૫૦ શિડ્યૂલ રદ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડા દરમિયાન મુસાફરી સમયે કોઈ જાનહાની ન થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી સૂચના ન આવે ત્યાં સુધી બસો બંધ રહેશે તેમ એસ.ટી.નિયામક જે.એચ.સોલંકીએ જણાવ્યું હતું. વાવાઝોડામાં એસ.ટી.બસને નુકશાન ન થાય તે માટે એસ.ટી.વિભાગ દ્વારા બસોને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડવા સ્ટાફને સુચના આપવામાં આવી હતી.


#Ns news #Naitik Samachar #latest news #Palanpur news #Banaskantha

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button