દેશ દુનિયા

દિલ્હી CM કેજરીવાલના ટ્વીટનો સિંગાપુરે આપ્યો જવાબઃ ‘ કોરોનાનો આ વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો’

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કરતું ટ્વીટ કર્યું હતું કે, સિંગાપુરમાં જોવા મળેલા કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. જોકે, સિંગાપુરે અરવિંદ કેજરીવાલના ટ્વીરનો જવાબ આપ્યો હતો. સિંગાપુરે કહ્યુ કે ‘B.1.617.2’વેરિએન્ટના હાલમાં અનેક મામલા જોવા મળ્યા છે અને આ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો.

બીજી તરફ સિંગાપુરના નિવેદન બાદ વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યુ કે સિંગાપુર સરકારે ‘સિંગાપુર વેરિએન્ટ’ પર દિલ્હીના સીએમની ટ્વીટ પર ભારે વાંધો ઉઠાવ્યા બાદ આજે અમારા ઉચ્ચાયુક્તને બોલાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના અનુસાર ઉચ્ચાયુક્તે સ્પષ્ટ કર્યુ કે દિલ્હીના સીએમની પાસે કોવિડ વેરિએન્ટ અથવા નાગરિક ઉડ્ડયન નીતિ પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી.

આ પહેલા દિલ્હી સીએમએ કેન્દ્રને અપીલ કરી હતી કે તે સિંગાપુરથી આવનારી ઉડાનોને તાત્કાલીક રદ્દ કરે. તેમણે કહ્યુ હતું કે સિંગાપુરમાં કોરોનાના નવા વેરિએન્ટ મળ્યા છે જે બાળકો માટે બહું ખતરનાક છે.

સિંગાપુર સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ભારતીય મીડિયા રિપોર્ટનો હવાલો આપતા એક નિવેદન જારી કર્યુ અને આ રિપોર્ટોમાં કોઈ સત્યતા નથી. નિવેદન મુજબ કોઈ સિંગાપુર વેરિએન્ટ નથી. કોરોના ‘B.1.617.2′ સ્ટ્રેનના હાલના અઠવાડિયામાં અનેક મામલા આવ્યા છે અને આ ભારતમાં સૌથી પહેલા મળ્યો હતો. ભારતમાં સિંગાપુરના દૂતાવાસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી દિલ્હીના સીએમના ટ્વીટને ક્વોટ કરતા આ નિવેદન જારી કર્યું છે.

આ પહેલા મંગળવારે કેન્દ્રીય નાગરિક વિમાન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેજરીવાલને જવાબ આપતા કહ્યુ હતુ કે કેજરીવાલ જી માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ઉડાનો છે. સિંગાપુરની સાથે એર બબલ પણ નથી. બસ કેટલીક વંદે ભારત ઉડાનોથી અમે અહીં ફસાયેલા ભારતીય લોકોને પાછા લાવી રહ્યા છીએ. આ આપણા જ લોકો છે. તો પણ સ્થિતિ પર અમારી નજર છે. તમામ સાવધાનિયો વર્તવામાં આવી રહી છે.’


#Ns news #Naitik Samachar #latest news #Delhi cm #cm kejaarival

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button