ગુજરાત

તારાજી / LIVE : ગુજરાતમાં Tauktae એ સર્જી તારાજી : PM મોદી પહોંચ્યા ભાવનગર, CM રૂપાણી અને અધિકારીઓ હાજર

ગુજરાત રાજ્યને વાવાઝોડાએ હચમચાવી નાંખતા ભારે તારાજી થઈ છે જેમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે PM મોદી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાત પહોંચ્યા છે.

  • ગુજરાતમાં વાવાઝોડાનું તાંડવ
  • સૌરાષ્ટ્રમાં મોટી તબાહી, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ નુકસાન
  • હવાઈ સર્વેક્ષણ બાદ અમદાવાદ આવશે પીએમ મોદી, કરશે બેઠક

LIVE UPDATES :

પીએમ મોદી ગુજરાતનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા છે.

ગુજરાતમાં વાવાઝોડાએ ભારે નુકસાન સર્જ્યુ છે, રાજ્યમાં હજારોની સંખ્યામાં ઝાડ અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે જ્યારે 16 હજાર કાચા પાકા મકાન પડી જતાં લોકો નિરાધાર બન્યા છે. રાજ્યમાં 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે પીએમ મોદી ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં થયેલી તબાહીનું હવાઈ સર્વેક્ષણ કરશે સાથે દીવની પણ સમીક્ષા કરશે.

અમદાવાદ આવીને કરશે બેઠક, લેવાઈ શકે છે મોટો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીવમાં પણ વાવાઝોડા બાદની પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનું આકલન કરશે. આ દરમિયાન PM મોદી રાહત પેકેજનું પણ એલાન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.


#Ns news #Naitik Samachar #latest news #pm modi #bhavanagara #Cyclone #Taukae

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button