આરોગ્યક્રાઇમ

કોરોના લહેરનો બેવડો માર! બેફામ મોંઘવારીથી ખર્ચ વધ્યો, કમાણી ઘટી

કોરોનાની બીજી ગંભીર લહેરે આમ આદમી સહિત તમામ લોકોને પ્રચંડ અસર કરી છે. નોકરીયાત મધ્યમ વર્ગને બેવડો માર પડયો છે. એક તરફ નોકરી ગઈ છે અથવા કમાણી ઘટી ગઈ છે તો બીજી તરફ મોંઘવારીએ મોઢુ ફાડયુ હોવાથી વધુ ખર્ચ કરવો પડયો છે.કોરોનાની પ્રથમ લહેર પછી જંગ જીતાય ગયાનું ચિત્ર ઉપસ્યુ હતું. સરકાર સહિત તમામ વર્ગોએ ખાસ ગંભીરતા રાખવાનું બંધ કરી દીધું હતું. કોર્પોરેટ જગતે નોકરીઓના દરવાજા ખોલી નાખ્યા હતા તેવા સમયે એકાએક બીજી લહેરે પ્રહાર કર્યો હતો. નવી નોકરીઓને તો બ્રેક લાગી હતી. પરંતુ જુની નોકરીઓમાં પણ હકાલપટી શરુ થઈ હતી. સીએમઆઈઈના રિપોર્ટ પ્રમાણે ગત માર્ચમાં નવી 6.5 ટકા રોજગારી ઉભી થઈ હતી પરંતુ એપ્રિલમાં વિપરીત હાલત સર્જાઈ હતી. બેરોજગારી દરમાં 8 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. ગત વર્ષે નેશનલ લોકડાઉન વખતે બેરોજગારી દરમાં 23.5 ટકાનો વધારો થયો હતો તે અત્યાર સુધીનો સૌથી મોટો છે.

કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા ઉતર તથા પશ્ર્ચિમના રાજયોમાં ધડાધડ નિયંત્રણો આવ્યા હતા. દિલ્હી, મુંબઈ સહિત દેશના સૌથી મોટા પાંચ શહેરોમાં નવી નોકરીની રફતાર ઘણી ધીમી છે.સૌથી વધુ ફટકો હોટલ તથા હોસ્પીટાલીટી ક્ષેત્રને લાગ્યો હતો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન આ ઉદ્યોગ રિકવર થવા લાગ્યો હતો. પરંતુ માર્ચથી ફરી ફટકો પડયો છે. ગંભીર બાબત એ છે કે કોરોનાની પ્રથમ લહેર વખતે અડીખમ આઈટી તથા ફાર્મા ક્ષેત્રમાં પણ આ વખતે નવી ભરતી પર બ્રેક છે.દેશમાં 41માંથી 38 ક્ષેત્રોમાં નવી ભરતીમાં ઘટાડો થયો હતો તે પૈકી 21 ક્ષેત્રોમાં તો માર્ચથી જ બેકારી વધવા લાગી હતી. 15થી29 વર્ષના લોકો સૌથી વધુ બેકાર બન્યા હતા. એપ્રિલ મહિનામાં કુલ 73.5 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.

આમ આદમીને બીજો માર મોંઘવારીનો પડયો હતો. બેકારી કે કમાણી ઘટવાથી હેરાન પરેશાન લોકો પર ખર્ચ વધારાનો પ્રહાર થયો હતો. પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસથી માંડીને કઠોળ-દાળ, ફળ, શાકભાજી વગેરેની ચીજોમાં મોટો વધારો હતો. જથ્થાબંધ ફુગાવો બે આંકડામાં પહોંચ્યો તે તેની સાબીતી છે. મહત્વની વાત એ છે કે સરકારી ચોપડે ભાવ ભલે ગમે તેટલા હોય, કોરોનાલોકડાઉનમાં વેપારીઓ આડેધડ ભાવ લેતા રહ્યા છે. દવાના ભાવ પણ મોંઘા થયા છે.

મેડીકલ ‘લુંટફાટ’!
* 600 રૂપિયાના ઓકસીમીટરમાં રૂા.2000
* રૂા.1000નું બીપી મશીન રૂા.2500માં વેચાય છે.
* 500ના નેબુલાઈઝર માટે 2-3 હજાર ચૂકવવાની મજબુરી
* સેનેટાઈઝર પાછળ સરેરાશ રૂા.300નો ખર્ચ
* વિટામીનની દવા પાછળ સરેરાશ 200નો ખર્ચ


#Ns news #Naitik Samachar #latest news #corona update

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button