મેડીકલેઈમ હોવા છતાં 40 ટકા ખર્ચ ખીસ્સામાંથી ભરવો પડે છે.
કોરોના કાળમાં લોકોનો મેડીકલ ખર્ચ ઘણો વધી ગયો છે.આરોગ્ય વીમો હોવા છતાં લોકોને સંપૂર્ણ નાણા મળતા નથી કુલ મેડીકલ ખર્ચમાંથી 40 ટકા નાણા ખીસ્સામાંથી કાઢવા પડે છે. એટલે આરોગ્ય વીમા કંપનીઓ સામે અનેકવિધ સવાલ ઉભા થવા લાગ્યા છે.આરોગ્ય વીમા કંપનીઓ કોરોના સારવારનો તમામ ખર્ચ મંજુર કરતી નથી કા,વીડ સારવારમાં પીપીઈ કીટ, માસ્ક, ગ્લોવ્ઝ વગેરે પાછળ મોટો ખર્ચ છે.આ સિવાય હોમ ટ્રીટમેન્ટ તથા રેમીડેસિવીરનો ખર્ચ પણ આપવામાં આવતો નથી. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કોરોના મહામારીને 14 મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં વીમા કંપનીઓ તથા હોસ્પીટલો માટે સ્ટાર્ન્ડડ સારવાર પ્રોટોકોલ નથી. સારવાર પાછળનો કયો ખર્ચ મંજુર કરવો કે નામંજુર કરવો તેના નિયત માપદંડ નથી.
વીમા કંપનીઓના આંકડાકીય રીપોર્ટ પર નજર કરવામાં આવે તો 14મી મે સુધીની સ્થિતિએ 23000 કરોડના 14.82 લાખ દાવા પેશ થયા હતા. તેમાંથી 12.33 લાખ દાવામાં 11700 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા.મેડીકલ વીમા દાવા સેટલ થવામાં છે બે-ત્રણ સપ્તાહ લાગી જાય છે. તે સંજોગોમાં મેડીકલેઈમની અસરકારકતા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કોરોના સારવારમાં સરેરાશ રૂા.1.54 લાખનો ખર્ચ થાય છે. તેમાંથી વીમા કંપનીઓ 95622 મંજુર કરે છે તેનો ખર્ચ એવો થાય છે કે વીમા કંપનીઓ સરેરાશ 40 ટકાની કાપકુપ કરે છે.
મોટાભાગની વીમા કંપનીઓની પોલીસીમાં મેડીકલેઈમ દાવા માટે ન્યુનતમ 24 કલાકનું હોસ્પીટલાઈઝેશન ફરજીયાત છે. વર્તમાન લહેરમાં હોસ્પીટલોમાં જગ્યા ન માંગતા લોકોને હોમ ટ્રીટમેન્ટ લેવાની નોબત આવી હતી. ઓકિસજન-ઈન્જેકશનની ઘેર બેઠા જ વ્યવસ્થા કરવી પડી હતી.તેમાં મોટો ખર્ચ થતો હોવા છતાં હોમ ટ્રીટમેન્ટને કારણે લોકોને મેડીકલ વીમાનો લાભ મળતો નથી.આજ રીતે વાયરસ ચેપી હોવાને કારણે હોસ્પીટલોમાં સારવાર દરમ્યાન પીપીઈ કીટ, માસ્ક, ગ્લોવ્ઝ, વગેરે પાછળ મોટો ખર્ચ વસુલાય છે પરંતુ વીમા કંપનીઓ તે મંજુર કરતી નથી. સ્ટાર્ન્ડડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલના અભાવે આ સ્થિતિનું નિર્માણ થયુ છે.
#Ns news #Naitik Samachar #latest news #mediclaim #heallth insurence #covid health insurence