ગુજરાત

“તાઉતે”થી જગતાતને પડયા પર પાટું: ઉભા પાકને કેટલું નુકસાન ??

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ભારે ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. વાવાઝોડાએ જગતાતને પડ્યા ઉપર પાટુ માર્યું છે. અંદાજે 90 ટકા પાકનો સોથ વળી ગયો છે. રાજ્યના પાંચ લાખ હેક્ટરમાં પથરાયેલ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

જેમાં કેરી, નાળિયેરી, ચીકુ, જાંબુ, ડાંગરના પાક બરબાદ થઈ ગયો છે. આ ઉપરાંત ઉનાળુ પાક એવો બાજરી, મગ, અળદનો પણ વિનાશ થઈ ગયો છે.ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કેરી, નાળિયેરી અને કેળાના પાકને નુકસાન થયુ છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગર, કેળાનો પાક બરબાદ થયો છે. કચ્છમાં પણ કમલ ફ્રુટ અને ખારેકના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, કોડિનાર અને ઉના સહિતના વિસ્તારમાં બાજરી, તલના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગર, કેળાનો પાક બરબાદ થઈ ગયો છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #farmer loss #farmer

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button