લગ્ન ના બીજા દિવસે સંક્રમિત થયેલ 22 વર્ષીય યુવાનનું કોરોના ની લાંબી સારવાર પછી મૃત્યુ થયું, કોરોના એ નવયુગલ નો સંસાર વિખેર્યો
કોરોના ના ની મહામારી એ કેટલાય પરિવાર ના જીવન માં અંધકાર ફેલાવી દીધો છે, કેટલાય પરિવારના ઘર ઉજાડયા છે, તેવામાં વડોદરા ના કરજણ ના સંભોઈ ગામ ના એક યુવાન પોતાના લગ્ન ન બીજા દિવસે કોરોના સંક્રમિત થયો અને 13 દિવસ લાંબી સારવાર પછી આ યુવાન નું મોત નીપજ્યું,
પ્રાપ્ત વિગત અનુસાર કરજણ ના સંભોઈ ગામ માં રહેતા એક યુવાન નું લગ્ન તારીખ ૦૪/૦૫/૨૦૨૧ ના રોજ વડોદરા ના જસાપુરા ગામ ખાતે થયેલ, લગ્ન પતાવીને ઘરે પોહચ્યા પછી બીજા દિવસે યુવાન ને શ્વાસ લેવામાં તકલીફ પળતા તેને કરજણ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જ્યાં ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, પોઝિટિવ ના એક દિવસ પછી યુવાન ને શ્વાસ માં વધારે તકલીફ થતા યુવાન ને અટલાદરા ખાતે આવેલ કોવિડ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, 3 દિવસ કોવિડ સેન્ટર માં સારવાર કરવામાં આવી હતી, પરંતુ યુવાન ને શ્વાસ માં વધારે તકલીફ થતી હોવાથી તેને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, શ્વાસ માં સતત તકલીફ અને ઓક્સિજન લેવડ ઓછું થવાથી ગોત્રી હોસ્પિટલમાં યુવાન ને વેન્ટિલેટર પર રાખી સારવાર કરવામાં આવી રહી હતી, કુલ 13 દિવસ ની લાંબી સારવાર પછી પણ ઓક્સિજન લેવલ માં સતત ઘટાડો નોંધાતા ગત રાત્રે યુવાન નું મોત નીપજ્યું હતું, યુવાન દીકરા ના મોત ના પગલે સમગ્ર પરીવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું,
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/