દેશ દુનિયા

નૈઋત્ય ચોમાસુ ઝડપથી આગળ ધપવા લાગ્યું: આંદામાન પહોંચી ગયું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાવાઝોડાના પ્રભાવ હેઠળ સાર્વત્રીક વરસાદ પડયો જ હતો. તાઉતેના પ્રભાવ નીચે ચોમાસુ પણ વહેલુ આવવાનુૂં હવામાન વિભાગે સૂચવ્યું છે. 27 મે આસપાસ કેરળમાંથી એન્ટ્રી થવાની શકયતા છે.ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે નૈઋત્ય ચોમાસુ આજે સાંજ સુધીમાં જ આંદામાન તથા દક્ષિણપૂર્વીય બંગાળની ખાડીમાં આગળ વધી જાય તેમ છે અને 27 મે થી બે જૂનના સમયગાળા દરમ્યાન કેરળમાં એન્ટ્રી કરી લ્યે તેવી શકયતા છે. આવતીકાલ સુધીમાં ઉતરીય બંગાળની ખાડી તથા તેને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં લોપ્રેસર સીસ્ટમ ઉદભવે તેમ છે અને 24મી સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. આ વાવાઝોડુ ઉતર પશ્ચિમી દીશામાં આગળ ધપશે અને 26મીએ ઓડીશા તથા પશ્ચિમ બંગાળનાં કાંઠે ત્રાટકવાની સંભાવના છે.

હવામાન સાનુકુળ હોવાના કારણોસર નૈઋત્ય ચોમાસુ આજે જ આંદામાન તથા બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વીય ભાગોમાં પહોંચી જાય તેમ છે અને તેની અસરે 23 મે ને રવિવાર સુધી આંદામાન-નિકોબારમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. નૈઋત્ય ચોમાસુ વ્હેલી આવી જવાનો આ એક સારો સંકેત છે. ગત સપ્તાહે હવામાન વિભાગે નૈઋત્ય ચોમાસાનું આગમન 31 મે ના રોજ થવાની આગાહી કરી હતી.


#Ns news #Naitik Samachar #latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button