રજૂઆત / બોર્ડની પરીક્ષા નથી લેવાની તો ફી પણ પરત કરો : કોંગ્રેસ ધારાસભ્યએ CM રૂપાણીને કરી રજૂઆત
ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરતી વખતે જે ફી ભરી હતી તે રાજ્ય સરકાર દ્વારા પરત કરવામાં આવે તેવી માગ ઉઠી, કોંગ્રેસ ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર
- વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો પરીક્ષા લેવાશે નહીં
- પરીક્ષા ના લેવાની હોય તો પરીક્ષા ફી પરત કરવામાં આવે
- બોર્ડે વિદ્યાર્થીઓ પાસેથી 355 રૂપિયા લેખે પરીક્ષા ફી લીધી
ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી લીધો હતો, હવે ધોરણ 10ની પરીક્ષાઓ યોજાનાર નથી ત્યારે પરીક્ષા ફીને લઈને સવાલો ઉઠી રહ્યા છે, ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરતી વખતે જે ફી ભરી હતી તે રાજ્ય સરકાર દ્વારા પરત કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
ધોરણ 10માં પરીક્ષા ફી પરત કરવાની માગ
રાજ્યમાં કોરોના મહામારીને જોતા ધોરણ 1થી9માં માસ પ્રમોશન આપવામાં આવ્યું બાદમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10માં પરીક્ષા તો લેવાશે તેવો નિર્ણય કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભર્યા હતા જેમાં વિદ્યાર્થીઓ પાસેથી 355 જેટલી ફી પણ સરકાર દ્વારા લેવામાં આવી હતી. કોરોના સમયમાં સરકાર દ્વારા પરીક્ષા મોકૂફ કરવાની જાહેરાત બાદમાં ધોરણ 10માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી જો કે કોરોનાની મહામારી અને વધતા જતા કેસને લઈ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે પરંતું હવે જ્યારે પરીક્ષા લેવાનાર છે નહી ત્યારે વિદ્યાર્થીઓની ફી પરત કરવાની માગ ઉઠી છે.ફી પરત કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યએ શૈલેષ પરમારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
ધારાસભ્યનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી બોર્ડના વિદ્યાર્થીઓની ફી પર કરવાની માગ કરી છે, મહત્વનું છે કે ધોરણ 12ને બાદ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરણ 10 તમામ બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. માસ પ્રમોશન મળતા જ વિદ્યાર્થીઓ હવે સીધા 11માં ધોરણમાં જઈ શકશે પરંતુ માસ પ્રમોશન બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિદ્યાર્થીઓની ફી પરત કરવાની માંગ કરી છે.
વિદ્યાર્થિનીઓ,દિવ્યાંગ વિદ્યાર્થિનીઓની ફી માફીની માગ
ધારાસભ્યએ ફી પરતની માગ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો પરીક્ષા લેવાશે નહી, પરીક્ષા ના લેવાનાર હોય તો સરકારે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવી જોઈએ, આમ ફી પરત કરવાની માગ સાથે કોંગ્રેસના ધારાસભ્યએ વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થિનીઓની આગામી સત્રમાં ફી માફ કરાય તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
13 કરોડથી વધુ પરીક્ષા ફી પરત કરવાની માગ
મહત્વનું છે કે બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 355 લેખે ફી લેવામાં આવી હતી..ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું છે કે 50 ટકા વિદ્યાર્થીઓની ફી લેખે બોર્ડ તરફથી 13 કરોડથી વધુ પરીક્ષા ફી પરત કરવાની થાય છે, જે વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ધારાસભ્યએ કરી છે.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #ssc #ssc mass pramotion #mla shailesh parmar