એક સમયનું લોકપ્રિય બ્રાઉઝર ઈન્ટરનેટ એકસપ્લોરર આવતા વર્ષે વિદાય લેશે
વોશીંગ્ટન તા.22
છેલ્લા 25 વર્ષથી સેવામાં રત બ્રાઉઝર ઈન્ટરનેટ એકસપ્લોરર આવતા વર્ષે 15 મી જુને સેવામુકત થઈ જશે.માઈક્રોસોફટે આ જાહેરાત કરી છે.કંપનીએ બુધવારે એક બ્લોગમાં પોસ્ટ કરી હતી કે આ વેબ બ્રાઉઝરની રજુઆત વિન્ડોઝ-95 ની સાથે કરવામાં આવી હતી.માઈક્રોસોફટ એજના કાર્યક્રમનાં મેનેજર સીન લીંડર્સેએ આ નિર્ણયનાં બારામાં જણાવ્યું હતું કે ઈન્ટરનેટ એકસ્પ્લોરર 11 ડેસ્કટોપ સેવાથી મુકત થઈ જશે અને વિન્ડોઝ 10 ના કેટલાક સંસ્કરણો માટે 15 જુન 2022 થી તેનું સમર્થન બંધ થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે વિન્ડોઝ 10 પર ઈન્ટરનેટ એકસ્પ્લોરરનું ભવિષ્ય માઈક્રોસોફટ એજ છે.2003 સુધી લગભગ 95 ટકા ઉપયોગી ભાગીદારી હાંસલ કરી હતી.ભારતમાં પણ સૌથી પોપ્યુલર વેબ સર્ચ એન્જીન માનવામાં આવે છે.
ઉપયોગ ઘટી ગયો:
માઈક્રોસોફટે પોતાના વેબ બ્રાઉઝર ઈન્ટરનેટ એકસ્પ્લોરરની શરૂઆત 16 ઓગસ્ટ 1995 થી કરી હતી. એક અહેવાલ મુજબ હાલના સમયમાં આ બ્રાઉઝરનો ઓછો ઉપયોગ થવાના કારણે તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
કયારેક સૌથી વધુ ઉપયોગ થતો હતો:
માઈક્રોસોફટ કંપની દ્વારા વિકસીત કરવામાં આવેલ ઈન્ટરનેટ બ્રાઉઝર એકસ્ટલોરરનો કયારેક સૌથી વધુ ઉપયોગ થતો હતો.
માઈક્રોસોફટ એજ લેશે જગ્યા:
ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ માત્ર આગામી વર્ષ સુધી જ થઈ શકશે. બાદમાં તેની જગ્યા નવુ માઈક્રોસોફટ એજ લેશે એજ પર આસાનીથી સ્વિચ માટે કંપનીએ કેટલાંક મહિના પહેલા આઈટી મોડ તૈયાર કર્યું હતું.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #microsoft #internet explorer