ક્રાઇમ

અંબાજી આર્ટસ-કોમર્સ કોલેજના તત્કાલીન પ્રિન્સીપાલ સહિત 3 કર્મચારીઓ બરતરફ

પાલનપુર, અંબાજી, તા.21

અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ સહિત ત્રણ કર્મચારીઓએ ૨.૧૮કરોડની ઉચાપત કરતા શનિવારે કલેક્ટર દ્વારા ત્રણેયને ડિસમિસ કરી કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.નોધપાત્ર છે કે ૨૦૦૮-૦૯ના વાર્ષિક હિસાબોનું ઓડીટ કરવામાં આવતા ચૌકાવનારી હકિકતનો પદાફાશ થયો હતો.જેના પગલે કોલેજના તત્કાલિન આચાર્ય હેડ કલાર્ક તેમજ સિનિયર કલાર્ક સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી સંચાલિત શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક હિસાબોના ઓડીટ દરમિયાન ર્ડા. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવસટી એજયુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર પ્રકારની નાણાંકીય અનિયમિતતા જણાઈ આવેલ હતી. તથા કોલેજના હિસાબોનું સ્પેસિઅલઓડીટ કરાવતાં કોલેજના યુ.જી.સી. તથા સરકારતરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ તથા અન્ય પ્રકારે બેંકોમાં છ બોગસ ખાતાં ખોલાવી રૃ. ૨૧૮૫૬૦૦૦ની નાણાંકીય ઉચાપત થયેલ જણાઈ આવેલ હતી. આ ઉચાપત કેસમાં ર્ડા. મોદનાથ વી. મિશ્રા તત્કાલિન પ્રિન્સીપાલ, દિનેશ એમ. ઉપાધ્યાય તત્કાલિન હેડકલાર્ક તથા બી. જે. તેરમા તત્કાલિન સિનીયર કારકુન જવાબદાર જણાતાં તેમની સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેઓને નોકરીમાંથી ફરજ મોકુફ કરવામાં આવ્યા હતાં. આ ત્રણેય આક્ષેપિતો સામે ખાતાકીય તપાસ શરૃ કરવામાં આવી હતી અને ખાતાકીય તપાસના અંતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યસ્થાનેઆ અંગે શનિવારે એક મિટિંગ યોજાઈ હતી યોજાયેલ દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક કમિટીમાં નિર્ણય કરાયો હતો.

હુકમની બજવણી થઈ ગઈ છે,વહીવટદાર

ત્રણેય કર્મચારીઓને ડિસમિસ કરતા હુકમની બજવણી પણ કરવામાં આવી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર અને નાયબ કલેકટર એસ. જે. ચાવડાએ જણાવ્યું હતું.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #ambaji mata trust #ambaji mata #crime

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button