નદેશરી GIDC માં આવેલ કલ્કિ કેમિકલ નો નીકળતો ગેસ મોત સમાન

નંદેશરી GIDC માં આવેલ કલ્કી કેમિકલ નો નિકળતો ગેસ મોત સમાન,
આજ વહેલી સવારે નંદેશરી GIDC માં આવેલ કલ્કી કેમિકલ માં એક કર્મચારી ને ગેસ લાગતા બેભાન થઈ ગયેલ,
મળતી માહિતી આધારે નામે સતીશ વિશ્વકર્મા નાઈટ શિફ્ટ માં કામ કરેલ તો વહેલી સવારે આશરે 5 થી 6 વાગ્યા ની આસપાસ કંપની માં ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન મિથેલોન અને સાઈનાઈટ તેમની ઉપર પડવાથી તે બેશુદ્ધ થઈ ગયેલ અને તેમને સારવાર અર્થે ડોકટર જૈન નંદેશરી ખાતે ખસેડેલ , નંદેશરી ડોકટર જૈન એ વધારે ગેસ લાગ્યો હોવાથી મોટી હોસ્પિટલ નામે શ્રીજી છાણી લઈ જવાનું કિધેલ, તો સાથી કર્મચારી દ્વારા ગેસ લાગવાથી થી બેભાન થયેલ સતીશ વિશ્વકર્મા ને શ્રીજી હોસ્પિટલ લઇ ગયેલ,ત્યાં તેમનું સારવાર કરવામાં આવી અને તેમની તબિયત માં સુધારો આવ્યો, પછી તેમને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા,
અમારા રિપોર્ટર એ સતીશ ભાઈ ના નંબર પર વાત કરતા જાણવા મળ્યું કે કંપની ના સેફટી ના અભાવે આ સમસ્યા સર્જાય હતી અને એમને મિથેલોન નામનો ગેસ લાગ્યો હતો,
વધુ માં અવારનવાર આ કલ્કી કેમિકલ કંપની દ્વારા આવો રાસાયણિક જેરી ગેસ નંદેશરી GIDC માં છોડવામાં આવે છે,
અગાવ પણ આવા ગેસ લાગવાના ઘણા બનાવ બન્યા હતા તેમાં એક વ્યક્તિ નું મૃત્યુ પણ થયેલ,
GPCB દ્વારા ભૂતકાળ માં ઘણી વખત કલ્કિ કેમિકલ ને Closer Notice આપવામાં આવેલ,
વધુ માં આ મીથેલોન અને સાઈનાઈટ નો વપરાશ કરવાના પરવાના પણ કલ્કી કેમિકલ કંપની ધરાવે છે કે નહીં એ તપાસ નો વિષય છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)