ભચાઉના વોંધ નજીક દંપતીને અકસ્માત નડ્યો, પતિનું સારવાર દરમિયાન મોત
રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભચાઉના સામખિયાળી નેશનલ હાઇવે પર ટ્રેઇલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, ભચાઉથી સામખિયાળી નેશનલ હાઇવે જતાં માર્ગ પર આવેલા રામદેવપીર મંદિર પાસે એક ટ્રેઇલરચાલકે બાઈકને અડફેટે લેતાં દવા લેવા જઈ રહેલા વિજપાસર ગામના દંપતિ માંથી પતિનું મૃત્યું થયું હતું. બાઈક ચલાવી રહેલા વિરમભાઇ પરમારને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેમને ભચાઉના વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ઓન સારવાર ન થતાં તેમને ભુજ લઈ જવામાં આવ્યું હતું ત્યારે રસ્તામાં તેમનું મૃત્યું થયું હતું.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #accident